બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / The judges became alert, there were lines for tickets for the World Cup final, where did the leaders say that they are not greedy for the chair?

2 મિનિટ 12 ખબર / સુરતીઓ થઈ જજો સાવધાન, વર્લ્ડ કપની ફાઈનલની ટિકિટ માટે લાઈનો, ક્યાં નેતાએ કહ્યું કે મને ખુરશીની લાલચ નથી

Vishal Khamar

Last Updated: 12:03 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી તરફ રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

gujarat weather forecast in winter season 2023

શિયાળાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો કે, વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોનિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ચાલો જાણીએ આજે મોટો શહેરમાં કેટલું તાપમાન છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ચક્રવાતનું ભયંકર રૂપ ધારણ કરી રહ્યું છે. જેમ જેમ દબાણ વધશે તેમ તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આ વાવાઝોડાને લઈ મોટા અપડેટ સામે આવ્યા છે. મિધીલી નામનું આ વાવાઝોડું આજે શુક્રવારે (17 નવેમ્બર)ની રાત્રે અથવા કાલે શનિવારે 18 નવેમ્બરની સવાર સુધીમાં પશ્ચિમ બંગાળના સુંદરવનમાંથી પસાર થઈને બાંગ્લાદેશની જમીન પર ટકરાઈ શકે છે..જેની 80 km ની પ્રતિ કલાકની ઝડપ રહે તેવી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ છે.

Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે. તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું.

Cultivating farmers will be given one more electricity connection in addition to existing electricity connection in the same...

ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે નૂતનવર્ષે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજકનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે તેમ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું છે.  

Farmers of this district of Gujarat will have to inform the police before hiring inter-provincial farm laborers, Collector's...

જામનગર શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જીલ્લા મેજિસ્ટ્રટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ત્યારે જામનગર કલેક્ટર બી.એન.ખેર દ્વારા ખેતર માલિકોએ તેઓનાં ખેતરમાં  પરપ્રાંતીય મજૂરોને કામે રાખતા પહેલા ફોર્મમાં જરૂરી વિગતો તેમજ તેઓનાં રહેઠાણ સબંધિત તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે.

In the lili parikrama of Junagadh monks and saints waved black garlands

જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનારની ગોદમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રકૃતિના ખોળે આ પવિત્ર વાતાવરણમાં આનંદ ઉલ્લાસ સાથે ભક્તિની મોજ માણવા માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી 23 નવેમ્બરથી લીલી પરિક્રમાના શ્રી ગણેશ થઈ રહ્યા છે. જોકે આ પહેલા જ સાધુ સમાજમક વિરોધનો સુર ઉઠ્યો છે. મહંત મહેશગિરીએ બેઠક મોડી બોલાવવાને લઈને સવાલો ઉઠાવતા હાલ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

A gamkhwar accident occurred late last night on the Kakhjeja-Pethapar highway in Gandhinagar

રાજ્યમાં રોજ બરોજ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરના રાંધેજા-પેથાપર હાઈવ પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. પૂર ઝડપે કાર ચલાવી રહેલા કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. એકાએક કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ છ લોકો સવાર હતા. જે પૈકી પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Arwind Kejriwal on his resignation from CM designation during his meeting with AAP members

આમ આદમી પાર્ટીનાં કન્વીનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે આપણું સંગઠન અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની શક્તિ છે. આ સાથે જ તેમણે PM મોદી પર પણ નિશાન સાધ્યો હતો અને સાથે જ કહ્યું હતું કે મને જેલ મોકલવાનો પ્લાન બની ગયો છે.

Ladies, stop spitting everywhere, otherwise you will become empty handed! System has started strict action, memos will be...

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં સાત દિવસના સમયમાં જ અલગ અલગ વિસ્તારમાંથી 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવેથી જે પણ વ્યક્તિ રસ્તા પર થૂકશે તેની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકો કે વાહન ચાલકો પર નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકાના 2500 અને પોલીસ તંત્રના 750 સીસીટીવી કેમેરા મળીને કુલ 3250 સીસીટીવી કેમેરાથી ગમે ત્યાં થુકનારા લોકો પર નજર રાખવામાં આવશે.

Haryana News: The Punjab and Haryana High Court has struck down the law making 75 percent reservation in private jobs...


હરિયાણામાં રાજ્યના રહેવાસીઓ માટે ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત ફરજિયાત કરતો વિવાદાસ્પદ કાયદો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે. કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે. 2020માં પસાર થયેલા હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ એક્ટ હેઠળ રાજ્યના રહેવાસીઓ માટે માસિક પગાર અથવા રૂ. 30,000 કરતાં ઓછા વેતન સાથે ખાનગી ક્ષેત્રની 75 ટકા નોકરીઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ જરૂરી હતું. ડોમિસાઇલની જરૂરિયાત 15 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dolly Sohi (@dolly_sohi)

ટીવી અભિનેત્રી ડોલી સોહી કેન્સર સામે ઝઝૂમી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટે ચાહકોની ચિંતા વધારી દીધી છે. ડોલીએ પોતાનો પ્રેમ આપનારનો આભાર માન્યો અને એ પણ જણાવ્યું કે તે કેન્સરથી પીડિત છે. ડોલી કલશ, કુમકુમ ભાગ્ય અને બાબી જેવી સિરિયલોમાં જોવા મળી છે. તેણીને 2 મહિના પહેલા સર્વાઇકલ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડોલી માટે આ મુશ્કેલ સમય છે પરંતુ તેણે હિંમત હારી નથી. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે તેના લક્ષણો સમજાવ્યા અને વાચકોને પણ જાગૃત કર્યા.

Tiger 3 Box Office Collection salman khan katrina kaif starrer movie


સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 પાસેથી જે પ્રકારની આશા ફેન્સ કરી રહ્યા હતા. તેના પર તે ખરી નથી ઉતરી રહી. ફિલ્મની કમાણી પાંચમા દિવસે સૌથી નિચે રહી. સલમાન ખાનની છેલ્લી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને દર્શકોએ સ્પષ્ટ નકારી દીધી હતી અને ત્યાર બાદ યશરાજ ફિલ્મ્સની આ સ્પાઈ યુનિવર્સ ફિલ્મ પર બધાની નજર હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ