બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 08:29 PM, 19 February 2024
ગુજરાતની વાત આવે અને ખેડૂતની વાત ન થાય એવું બને નહીં. ગુજરાત વિધાનસભાના સત્રમાં ફરી એકવાર ખેડૂતની વાત આવી. આક્ષેપ અગાઉ થતા આવ્યા છે એવા જ હતા જેમાં ખેડૂતની આવક, કપાસ, ડુંગળી, મગફળી પકવતા ખેડૂતોની સ્થિતિની વાત હતી. આરોપ લગાડનાર સ્વભાવિક રીતે વિપક્ષ કોંગ્રેસ છે, જેનો દાવો છે કે ખેડૂતની આવક બમણી કરવાનું વચન અપાયું હતું જેની સામે ખેડૂતની આવક ખરેખર તો અડધી થઈ છે. ખેડૂતની આવકની સાથે-સાથે ડુંગળીની નિકાસબંધી દૂર કરવાના નિર્ણયને પણ રાજકીય ચશ્માથી જ અત્યારે તો જોવામાં આવી રહ્યો છે. આરોપ અને દાવાઓ અનેક છે જેની સામે સરકારના પણ પોતાના તર્ક અને આંકડા છે. આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે ગુજરાતના ખેડૂતની આવક ખરેખર કેટલી છે, વિધાનસભામાં નકલી બિયારણને કારણે ખેડૂતોની ખરાબ હાલત થવાનો મુદ્દો ઉપસ્થિત કેમ થયો. કપાસ, મગફળી, ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ રાજ્યમાં કેવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ખેડૂતોની આવકના દાવા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા
વિધાનસભામાં ખેડૂતોની સ્થિતિનો મુદ્દો ઉઠ્યો હતો. ખેડૂતોની સ્થિતિ કથળેલી હોવાનો કોંગ્રેસનો દાવો છે તો ખેડૂતોની આવકના દાવા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. ડુંગળીની નિકાસબંધી હટાવી લેવાના નિર્ણય સામે પણ સવાલ છે. નકલી બિયારણનો મુદ્દો પણ ઉઠ્યો છે. કપાસ ઉત્પાદન ઘટ્યું હોવાનો પણ દાવો છે
કોંગ્રેસે શું કહ્યું?
ખેડૂતની આવક 2022 સુધીમાં બમણી કરવાનું વચન હતું. ખેડૂતની આવક બમણી થવાને બદલે અડધી થઈ છે. ખેડૂતને ઉત્પાદનના ભાવ અગાઉ જેટલા જ મળે છે તેમજ બિયારણ, દવા, ઈંધણના ભાવ બમણા થઈ ગયા. સરકાર MSPનો કાયદો લાવે, પોષણક્ષમ ભાવ આપે છે. સ્વામિનાથન સમિતિની ભલામણ સરકારે લાગુ કરી નથી. કપાસ અને મગફળી પકવતા ખેડૂતોની સ્થિતિ સારી નથી. સરકાર તેલની આયાત બંધ કરે તેમજ મગફળી સહિતના પાકની નિકાસને પ્રોત્સાહન આપે. ડુંગળીની નિકાસને મંજૂરીમાં વિલંબ થયો તેમજ રાજ્ય સરકાર ડુંગળીની ખરીદી તાત્કાલિક કરે છે. ખેડૂત ઉત્પાદન કરે ત્યારે ભાવ તળિયે જાય છે. બજારમાં પાક આવે ત્યારે ફરી ભાવ તળિયે જાય છે
કપાસ પકવતા ખેડૂતોની સ્થિતિ શું?
ખેડૂતોને ગત વર્ષ કરતા કપાસના મણદીઠ ઓછા ભાવ મળ્યા છે. વાવાઝોડું, કમોસમી વરસાદની અસર કપાસના પાક ઉપર થઈ તેમજ સારી ગુણવત્તાના કપાસના પણ ઓછા ભાવ મળ્યા હતા. અનેક જગ્યાએ કપાસમાં રોગ લાગુ પડ્યો છે. અન્ય દેશમાં પણ કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. ચીનમાં સસ્તા ભાવે કપાસનું વેચાણ થશે
ડુંગળી હવે ફાયદો કરાવશે?
સરકારે ડુંગળીની નિકાસને લીલીઝંડી આપી
ડુંગળીની નિકાસ ઉપર 31 માર્ચ 2024 સુધી પ્રતિબંધ હતો
સરકારે ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ પ્રતિબંધ હટાવ્યો
હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં ડુંગળીનો પૂરતો સ્ટોક
સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી
ડુંગળીની નિકાસબંધી હટવાથી ડુંગળીના ભાવ ઉંચકાશે
કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ નિર્ણયમાં વિલંબ થયાનું કહી રહ્યા છે
હાલ મોટાભાગના ખેડૂતોએ ડુંગળી ઓછા ભાવે વેંચી દીધી છે
હવે ભાવવધારાનો ફાયદો વેપારીઓને મળશે એવો તર્ક
આ આંકડા પણ જાણવા જરૂરી
દેશના ખેડૂતની સરેરાશ માસિક આવક
10218
ગુજરાતના ખેડૂતની સરેરાશ માસિક આવક
12631
આ રાજ્યમાં ખેડૂતની માસિક આવક વધુ
મેઘાલય
29347
પંજાબ
26701
હરિયાણા
22841
અરૂણાચલપ્રદેશ
19225
જમ્મૂ-કશ્મીર
18918
વાંચવા જેવું: 'મારુ અને મારુ પિતાનું નામ બસ નામ જણાવો' પરચીધારી બાબાને ભક્તની ચેલેન્જ, પછી જોવા જેવુ થયું
નકલી બિયારણથી ખેડૂતને ફટકો
નકલી બિયારણથી પાકને નુકસાન ગયાના અનેક દાવા થયા છે. અગાઉ સાંસદ રામ મોકરિયાએ પણ સરકારને રજૂઆત કરી હતી. નકલી બિયારણથી ખેડૂતની મહેનત અને પાક બંને પાણીમાં જાય છે. સર્ટિફાઈડ બિયારણ માટે ખેડૂત સારા એવા રૂપિયા ખર્ચે છે. વેપારીઓ નકલી બિયારણને સારા બિયારણ તરીકે પધરાવી દે છે. ખેડૂત પાસે પગલા લેવા કોઈ પુરાવા રહેતા નથી
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.