બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / The impact of the cyclone still remains, 5 talukas are the most affected', see what the district police chief-collector said about the damage in Kutch

બિપોરજોયની અસર / વાવાઝોડાની અસર હજુ યથાવત, 5 તાલુકા સૌથી વધુ પ્રભાવિત', કચ્છમાં નુકસાન અંગે જિલ્લા પોલીસ વડા-કલેક્ટર જુઓ શું બોલ્યા

Vishal Khamar

Last Updated: 03:55 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રાત્રીનાં સુમારે બિપોરજોય વાવાઝોડનાં કારણે કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેનાં કારણે શહેરમાં અનેક જગ્યાએ કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. તો ભારે પવનને કારણે ઠેર ઠેર વીજ થાંભલા ધરાશાયી થઈ જતા લાઈટો જતી રહી હતી.

  • કચ્છ જિલ્લા કલેક્ટરનું નિવેદન
  • "હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર નહીં"  
  • "કચ્છના 5 તાલુકા સૌથી વધુ પ્રભાવિત થયા"
  • વીજ પુરવઠો ઘણી જગ્યાએ ખોરવાયો: કલેક્ટર

અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું ગતરોજ જખૌ પોર્ટ નજીક ટકરાતા કચ્છમાં ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, ઘરની દીવાલો પડી ગઈ છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેજ પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. NDRFની ટીમ કટર મશીન સાથે ગ્રાઉન્ડ પર ઉતરી છે. વાવાઝોડા બાદ રાહતની કામગીરી હાથ ધરી છે.

હજુ સુધી જાનહાનિના કોઇ સમાચાર મળ્યા નથી: કલેક્ટર
બિપોરજોય વાવાઝોડામાં નુકશાન અંગે કચ્છ કલેક્ટે જણાવ્યું હતું કે, હજુ સુધી જાનહાનિનાં કોઈ સમાચાર મળ્યા નથી. નખત્રાણા, માંડવી, અબડાસા, મુન્દ્ર તેમજ ગાંધીધામ તાલુકામાં નુકશાન થયું હતું. તેમજ ભારે પવનના કારણે વીજ પુરવઠો ઘણી જગ્યાએ ખોરવાયો હતો. મોટી સંખ્યામાં વીજપોલ ધરાશાયી થયા છે. તેમજ ઝડપથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.

અમિત અરોરા (કલેક્ટર, કચ્છ)

દરેક જગ્યાએ પોલીસની ટીમ તૈનાત કરાઈ છે:SP
બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, કચ્છમાં હજુ પણ બિપોરજોય વાવાઝોડાની અસર યથાવત છે. મુન્દ્રા, માંડવી, નલિયા અને જખૌ સહિતનાં વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે. દરેક જગ્યાએ પોલીસની ટીમ તૈનાત છે.  કોઈપણ જગ્યાએ રસ્તો બ્લોક હશે તો ઝડપથી ખુલ્લો કરવા ટીમ ખડેપગે છે. 

કરન સિંહ વાઘેલા ( SP, કચ્છ)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ