બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / the husband kept traveling by train for 500 km with the body of his wife in his lap

કરુણ / હૃદય વલોવી નાખનારી ઘટના, પત્નીની લાશ ખોળામાં રાખીને પતિને કરવી પડી 500 કિમી ટ્રેનની સફર

Hiralal

Last Updated: 05:53 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં એક પતિને ખોળામાં પત્નીની લાશ રાખીને ટ્રેનની 500 કિમી મુસાફરી કરવી પડી હતી.

  • બિહારના ઔરંગાબાદ જિલ્લાની કમનસીબ ઘટના
  • પતિ પત્નીને સારવાર માટે લુધિયાણા લઈ ગયો
  • વળતા ટ્રેનમાં પત્નીનું થયું મોત
  • લાશને ખોળામાં રાખીને મુસાફરી કરતો રહ્યો પતિ 

બિહારના ઔરંગાબાદ જિલ્લાનો રહેવાશી નવીન હૃદયરોગની સારવાર માટે પત્ની ઉર્મિલાને પંજાબના લુધિયાણા લઈને ગયો હતો. લુધિયાણાથી પાછા આવતા તેણે પત્ની સાથે ઔરંગાબાદની ટ્રેન પકડી હતી પરંતુ રસ્તામાં ફરી વાર ઉર્મિલાની તબિયત બગડી હતી અને થોડીવારમાં પત્નીનું મોત થયું હતું. બીજો કોઈ હોત તો ત્યાંને ત્યાં મરણને શરણ થઈ જાત પરંતુ જે બન્યું તે બન્યું માનીને નવીન હિંમત ધારણ કરી અને કોઈ જોઈ ન જાય એટલે પત્નીની લાશને ખોળામાં લઈ લીધી અને તેની પર એક ચાદર ઓઢાડી દીધી એટલે કે બાજુના પ્રવાસીઓને કંઈ ડાઉટ ન જાય. કારણ કે નવીનને એવી બીક હતી કે જો આ વાતની જાણ બાજુવાળા મુસાફરોને થઈ જશે તો તેને લાશ સાથે ઉતારી મૂકવામાં આવશે અને પછી તે ઘેર કેવી રીતે જશે. આ રીતે પત્નીની લાશ ખોળામા રાખીને નવીને 500 કિલોમીટરની સફર પૂરી કરી હતી. પરંતુ અંતે કેટલાક પ્રવાસીઓને શક પડતા રેલવે સ્ટેશને જાણ કરાઈ હતી અને ત્યાર બાદ રેલવે પોલીસ દ્વારા નવીન અને તેની પત્નીની ડેડબોડીને ઉતારી લેવાઈ હતી અને એમ્બ્યુલન્સ દ્વારા તેના ગામ રવાના કરાઈ હતી. 

ટ્યૂશન કરીને પતિને ઘર ચલાવવામાં મદદ કરી હતી ઉર્મિલા 
આ ઘટનાથી ભાંગી પડેલા નવીને જણાવ્યું કે, તેના લગ્ન અરવલ જિલ્લાની રહેવાસી ઉર્મિલા સાથે થયા હતા. નવીન એક ફેક્ટરીમાં કામ કરે છે, જ્યારે તેની પત્ની બાળકોને ટ્યુશન આપે છે અને તેમની મદદ કરે છે. નવીને જણાવ્યું કે તેમની પત્ની હૃદયની બીમારીથી પીડાતી હતી, જેના માટે તેઓ તેમને સારવાર માટે લુધિયાણા લઈ ગયા હતા. શુક્રવારે રાત્રે જ્યારે તે ટ્રેનમાં પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેની પત્ની બીમાર પડી ગઈ હતી અને તેણે દમ તોડી દીધો હતો. મુસાફરોની ફરિયાદના પગલે ટ્રેનના કર્મચારીઓ અને શાહજહાંપુર જીઆરપીને જાણ કરવામાં આવી હતી. ટ્રેન જ્યારે શાહજહાંપુર પહોંચી ત્યારે અહીં પ્લેટફોર્મ પર રેલવે પોલીસ પહેલેથી જ હાજર હતી. પોલીસે યુવક અને તેની પત્નીની લાશ નીચે ઉતારી હતી.  પોસ્ટ મોર્ટમ બાદ એમ્બ્યુલન્સ દ્વારા લાશને તેના ગામ તરફ રવાના કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ