બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / The good news for motorists in the Corona era is that the government has made a big announcement to provide relief
ADVERTISEMENT
મોદી સરકારે કોરોના સંકટની વચ્ચે દેશના કરોડો લોકોને રાહત આપે તેવો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ, RC, PUC વગેરે જેવા ડોક્યુમેન્ટ્સની મુદ્દતમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. હવેથી આ નવી મર્યાદા 31 ડિસેમ્બર 2020 એટલે કે આ વર્ષના અંત સુધી લંબાવવામાં આવી છે.

ADVERTISEMENT
આ પહેલા બે વાર વધી ચૂકી છે માન્યતા
ADVERTISEMENT
લોકડાઉન ચાલુ હતું ત્યારે સરકારે એક આદેશ જાહેર કરીને કહ્યું હતું કે વાહનચાલકો માટેના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ જેની મુદ્દત પૂરી થવામાં હશે તેની મુદ્દત હાલ પૂરતી વધારીને 30 જૂન 2020 કરવામાં આવે છે. જો કે ત્યાર પછી પણ દેશમાં કોરોનાની પરિસ્થિતિ ન સુધરતા આ મર્યાદા વધુ લંબાવીને સરકારે 30 સપ્ટેમ્બર 2020 સુધીની કરી હતી. હવે ફરી એક વાર આ મુદ્દત આ વર્ષના અંત સુધી લંબાવવામાં આવે છે.

ADVERTISEMENT
સરકારની જાહેરનામામાં જણાવાયું છે કે મોટર વાહનના દસ્તાવેજો 1 ફેબ્રુઆરી 2020 ના રોજ સમાપ્ત થાય છે અથવા હવેથી 31 ડિસેમ્બર સુધી સમાપ્ત થાય છે, 31 ડિસેમ્બર 2020 સુધી માન્ય માનવામાં આવશે.
લોકોને શું છે ફાયદો
ADVERTISEMENT
ઘણા લોકોના આ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સની જો મુદ્દત આ વર્ષે પૂર્ણ થતી હોય તેમ હતી તો તેને ફરી રિન્યૂ કરવા માટે તેમણે RTO કચેરી અથવા અન્ય સંબંધિત ઓફિસે જવું પડે તેમ હતું. કોરોના કાળમાં ચેપ અટકાવવા લોકોની અવર જવર નિયમિત કરવી પડે તેવા સંજોગો હોવાથી સરકારે આ નિર્ણય લીધો હતો. હવે નવા જાહેરનામા મુજબ આ વર્ષે પૂર્ણ થનારા ડોક્યુમેન્ટ્સની વેલેડિટી વધીને 31 ડિસેમ્બર 2020 સુધી વધતાં લોકોને ઓફિસે જવું નહીં પડે અને તેમને આ કામ માટે ઘણો સમી પણ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.