બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The first match of the World Cup will start today at 2 pm at the Narendra Modi Stadium in Ahmedabad

વિશ્વકપ 2023 / વર્લ્ડકપ માટે અમદાવાદ પોલીસનું અભેદ સુરક્ષા કવચ, 1 DIG, 7 DCP, 11 ACP, 25 PI, 68 PSI સહિતનો કાફલો તૈનાત

Malay

Last Updated: 11:10 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બપોરે 2 વાગ્યે વર્લ્ડ કપની પ્રથમ મેચનો થશે પ્રારંભ, મેચને લઇ સ્ટેડિયમ ખાતે 1 DIG, 7 DCP, 11 ACPનો કાફલો સુરક્ષામાં તૈનાત

  • આજથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થશે
  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રથમ મેચ
  • બપોરે 2 વાગ્યે પ્રથમ મેચનો પ્રારંભ થશે
  • સ્ટેડિયમ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Ahmedabad News: છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ જગતમાં ખેલાડીઓ અને ચાહકોમાં અત્યંત લોકપ્રિય ક્રિકેટનું ટી-20 ફોર્મેટ જ્યારે હાવી થઈ રહ્યું છે ત્યારે આજથી અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરંભાઈ રહેલા ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપને લઈને લઈને અમદાવાદ આખું ક્રિકેટના રંગે રંગાયું છે. અત્યારથી જ દર્શકો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. વર્લ્ડ કપની મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ વર્લ્ડકપના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા છે. સચિન તેંડુલકર ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ કરાવશે. 

બપોરે 12 વાગ્યે પહોંચશે બંને ટીમો
આજે પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈગ્લેન્ડ અને રનરઅપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચને લઈને સ્ટેડિયમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગેટ નંબર-1 પરથી ગ્રાઉન્ડ સ્ટાફને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે બંન્ને ટીમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. બપોરે 2 વાગ્યે પ્રથમ મેચનો પ્રારંભ થશે. 

સ્ટેડિયમ ખાતે ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચને લઇ સ્ટેડિયમમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમ ખાતે ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે 1 DIG, 7 DCP, 11 ACPનો કાફલો સુરક્ષામાં તૈનાત છે. સ્ટેડિયમના મુખ્ય VIP ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગઠવવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય ગેટ પર ACP અને PI કક્ષાના અધિકારીઓ હાજર છે. મુખ્ય ગેટ નંબર 1 પર 70થી વધુ કોન્સ્ટેબલ હાજર છે. શહેર પોલીસ કમિશનરે કોઈપણ જગ્યાએ કચાશ ન રહે તે માટે વ્યવસ્થા કરવાની પોલીસકર્મીઓને સૂચના આપી છે. ખાસ કરીને VVIP, VIP અને વિદેશી નાગરિકો માટે ખાસ વ્યવસ્થા માટે સૂચનાઓ આપવામાં આવી છે. 

3 હજારથી વધુ પોલીસ ફોર્સ તૈનાત
આજની ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચને લઈને સ્ટેડિયમ સહિત આસપાસના વિસ્તારોમાં બંદોબસ્ત માટે 3 એડીશનલ કમિશનર, 18 ACP, 13 DCP અને કોન્સ્ટેબલથી લઈને આશરે 3 હજારથી ઉપરની પોલીસ ફોર્સ તેમજ 500 હોમગાર્ડ પણ રહેશે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. મેચ નિહાળવા આવતા દર્શકો સ્ટેડિયમમાં પાણીની બોટલ અને નાસ્તો લઈ જઈ શકશે નહીં. અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11થી રાત્રે 12 સુધી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ