બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The effect of this simple remedy for muscle pain in winter will be visible immediately

હેલ્થ ટિપ્સ / શિયાળામાં વધી જાય છે હાડકાં અને સ્નાયુઓનો દુખાવો? આ સરળ ઉપાયથી તાત્કાલિક દેખાશે અસર

Pooja Khunti

Last Updated: 01:07 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Muscles Pain In Winter: શિયાળામાં ઠંડી હવાનાં કારણે વાતાવરણમાં બેરોમેટ્રિક પ્રેશર વધી જાય છે. જેના કારણે તમને સ્નાયુ અને કરોડ રજ્જુનો દુ:ખાવો થાય છે.

  • સ્ટ્રેચિંગની મદદથી સમસ્યા દૂર કરો 
  • વજન પર નિયંત્રણ રાખો 
  • ઘરેલુ ઉપાય પણ અસરકારક 

શિયાળાની ઋતુ લોકો માટે પીડાદાયક હોય છે. ઘણા લોકોને સ્નાયુ અને કરોડ રજ્જુનો દુ:ખાવો વધી જાય છે. આ સમસ્યા ખાસ કરીને સ્ત્રીઓ અને વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે. આ અસહ્ય દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો. 

સ્નાયુનાં દુ:ખાવાનું મુખ્ય કારણ 
શિયાળામાં સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો વધી જાય છે. તેનું એક કારણ છે સ્નાયુઓનું સંકોચન. સંકોચનનાં કારણે સ્નાયુઓ સખત થઈ જાય છે. જેના કારણે સ્નાયુઓનો દુ:ખાવો વધી જાય છે. આ સાથે શિયાળામાં શરીરમાં રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. આ સાથે લોકો શિયાળામાં હલન-ચલન પણ ઓછું કરી દે છે. જેના કારણે સ્નાયુઓ અને સાંધાનો દુ:ખાવો વધી જાય છે. 

સ્ટ્રેચિંગની મદદથી સમસ્યા દૂર કરો 
જો તમને સ્નાયુનો દુ:ખાવો થતો હોય તો તમારે સ્ટ્રેચિંગ અને કસરત કરવી જોઈએ. જેના કારણે રક્ત પરિભ્રમણ વધી જશે, સ્નાયુઓને આરામ મળશે અને દુ:ખાવો દૂર થસે. 

વજન પર નિયંત્રણ રાખો 
શિયાળાની ઋતુમાં લોકોનો વજન વધી જાય છે. કારણકે આ ઋતુમાં લોકો તળેલું, ઘી વાળું અને મીઠી વસ્તુ વધુ પ્રમાણમાં ખાવું પસંદ કરે છે. જેની સીધી અસર તમારા વજન પર થાય છે. વજનનો પ્રભાવ સીધો સ્નાયુઓ પર પડે છે. જેના કારણે દુ:ખાવો વધી જાય છે. તેથી તમારે તમારા આહારમાં ઓછા ફેટવાળી વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સામે તમે લીલા શાકભાજી, ફળો, વગેરે હેલ્ધી વસ્તુઓનું સેવન કરી શકો. વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ.  હુંફાળું પાણી પીવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી રક્ત પરિભ્રમણ સુધરે. 

ઘરેલુ ઉપાય પણ અસરકારક 
સ્નાયુ અને સાંધાનાં દુ:ખાવાને ઓછો કરવા માટે તમે ઘરેલુ ઉપાય કરી શકો છો. નિયમિત રીતે રાયનાં તેલનું માલિશ કરો. આ તેલને ગરમ કરતી વખતે તેમાં 5/6 લસણની કળી ઉમેરો. ત્યારબાદ આ તેલથી સાંધા પર માલિશ કરો. નિયમિત રીતે પાણી સાથે 2/3 લસણની કળી ખાવાથી તમને દુ:ખાવામાં રાહત થશે. 2/3 ચમચી હળદર લો અને તેમાં નાળિયેર તેલ ઉમેરી મિક્સ કરી લો. આ પેસ્ટને સાંધાનાં ભાગ પર માલિશ કરવાથી દુ:ખાવામાં રાહત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ