બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / the crew teaser kareena kapoor khan tabu kriti sanon ready to fly

Entertainment / The Crewનું ટીઝર ઓન એર! કરીના, તબ્બુ, અને ક્રિતિ સેનનનો હોટ લૂક, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

Manisha Jogi

Last Updated: 04:59 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બૂની ફિલ્મ ‘ધ ક્રૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ‘ધ ક્રૂ’નું ટીઝર શેર કરીને દર્શકોને ફિલ્મની ઝલક બતાવી છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ શાનદાર છે.

  • ફિલ્મ ‘ધ ક્રૂ’ની રિલીઝ ડેટ જાહેર
  • ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ શાનદાર
  • આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બૂની ફિલ્મ ‘ધ ક્રૂ’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘ધ ક્રૂ’નું ટીઝર શેર કરીને દર્શકોને ફિલ્મની ઝલક બતાવી છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ શાનદાર છે. 
 
આ ટીઝરની શરૂઆતમાં પ્લેન ઉડાન ભરે છે અને એક્ટ્રેસીસના નામ રિવીલ થાય છે. વિડીયોમાં પ્લેનના કેપ્ટન એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે કે, ‘દેવીઓ અને સજ્જનો હું તમારો કેપ્ટન વાત કરી રહ્યો છું. આજની ફ્લાઈટમાં તમારું સ્વાગત છે. અમારા ક્રૂ તમારું ઘણું ધ્યાન રાખશે. તમને સહુને એક ખાસ નિવેદન કરું છું કે, તમારી ચોલી ટાઈટ બાંધી લો, જેથી દિલ બહાર ના આવી જાય.’ ત્યાર પછી તબ્બૂ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન એર હોસ્ટેસની ભૂમિકામાં જોવા મળે છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીત વાગી રહ્યું છે. આ ત્રણ અભિનેત્રીઓના ચાલવાથી જ ખબર પડી જાય છે કે, ફિલ્મમાં ગ્લેમરનો જબરદસ્ત તડકો લાગશે. ફિલ્મ ‘ધ ક્રૂ’ 29 માર્ચ 2024ના રોજ બોક્સઓફિસ પર રિલીઝ થશે. 

રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ ત્રણ હાર્ડ વર્કિંગ મહિલાઓ પર આધારિત છે. આ 3 મહિલા એરલાઈન ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને તેમના કરિઅરમાં બેસ્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે. આ મહિલાઓએ અનેક પ્રોબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે અને એક ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, જેના કારણે ફસાઈ જાય છે. 

વધુ વાંચો: ગોધરા ટીઝરઃ 22 વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે ગુજરાત રમખાણોની વાર્તા, 'ગોધરા'નું દમદાર ટીઝર રિલીઝ

આ ફિલ્મમાં કરીના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનનની સાથે દિલજીત દોસાંજ પણ છે. ઉપરાંત આ ફિલ્મમાં કપિલ શર્મા, એકતા કપૂર, શોભા કપૂર, રિયા કપૂર અને અનિલ કપૂર સ્પેશિયલ અપીરિયન્સ કરતા જોવા મળશે. નિધિ મેહરા અને મેહુલ સૂરીએ આ ફિલ્મની કહાની લખી છે અને રાજેશ કૃષ્ણને આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ