બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The controversy over BJP candidate for Sabarkantha Lok Sabha seat has settled

Election 2024 / સાબરકાંઠામાં ભાજપનો ઉકળતો ચરુ શાંત, આ નેતાએ પાર પાડ્યું ઓપરેશન, ઉમેદવાર નહીં બદલાય

Dinesh

Last Updated: 09:42 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

sabarkantha news: ભાજપે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સાબરકાંઠામાં  ડેમેજ કન્ટ્રોલની કામગીરી સોંપી હતી. તેમણે આજે હિમ્મતનગર ખાતે સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નેતાઓ સાથે મીટીંગ કરી હતી

સાબરકાંઠા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવારનો વિવાદ સમી ગયો અને ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે. ભાજપે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને  ડેમેજ કન્ટ્રોલની કામગીરી સોંપી હતી. આજે હિમ્મતનગર ખાતે સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નેતાઓ સાથે મીટીંગ કરી હતી. 

સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિવાદ થાળે પડ્યો 
જેમાં દરેક નેતા, ટિકિટના દાવેદાર સમજાવી લેતા, મીટીંગના અંતે નેતાઓ હસ્તા મોઢા મીટીંગના સ્થળેથી બહાર આવતાં જોવા મળ્યાં હતાં.  હવે સાબરકાંઠાના ઉમેદવાદ શોભનાબેન બારૈયા નહી બદલાય તે સુનિશ્ચિત થઇ ગયું છે. ભાજપનો સંઘવીને મેદાને ઉતારવાનો દાવ સફળ થયો છે, ત્રણ દિવસથી ચાલતો વિરોધ હવે ઠરી જશે અને દરેક કાર્યકર ઉમેદવારની જીત માટે કામ કરશે.

વાંચવા જેવું: આજે આ 4 જિલ્લાના લોકોને રાત કાઢવી પડશે મુશ્કેલ, ગરમ રાત્રિની આગાહી, થશે અકળામણ

રાજીનામાના દોર ચાલ્યો હતો
સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભા બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપતા ભાજપમાં ભડકો થયો હતો. સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન આપતા 45થી વધુ ભાજપના કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા હતાં. હિંમતનગર પાલિકાના 20થી વધુ સદસ્યો, તાલુકા પંચાયતના 22 સદસ્યો સહિત જિલ્લા પંચાયતના 3 સદસ્યોએ રાજીનામા આપ્યા હતા. હિંમતનગર ભાજપમાં રાજીનામાનો દોર યથાવત હતો અને હજુ પણ વધારે રાજીનામા પડે તેવી શક્યતા હતી જેના પગલે ડેમજ કંન્ટ્રોલની જવાબદારી હર્ષ સંઘવીને સોપવામાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ