બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The body of the missing student of Vadsma College in Mehsana has been found

ચકચાર / મહેસાણાના વડસ્મા કોલેજની ગુમ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળતા હડકંપ, PSIએ કારણ આપ્યું 'પ્રેમપ્રકરણ'

Malay

Last Updated: 10:07 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડસ્મા ફાર્મસી કોલેજમાંથી યુવક-યુવતી ગુમ થયા બાદ યુવતીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ફરાર યુવકની શોધખોળ હાથ ધરી છે.

 

  • ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો
  • લેબોરેટરીમાંથી મળ્યો વિદ્યાર્થિનીનો મૃતદેહ
  • વિદ્યાર્થિની સાથે ગુમ થયેલો યુવક ફરાર

મહેસાણાના વાડસ્માના શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો છે. કૉલેજની લેબોરેટરીમાંથી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થિનીનું લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મૃતક વિદ્યાર્થિની યુવક સાથે ગુમ થઈ ગઈ હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી.

ગુમ થયેલી છાત્રાનો મૃતદેહ લેબોરેટરીથી મળ્યો
મળતી માહિતી અનુસાર, વલસાડના ઉમરગામ તાલુકાના કછી ગામની તિતિક્ષા પટેલ (ઉં.વ 21) વડસ્મા નજીક આવેલી શ્રી સત્સંગી સાકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી. આ યુવતી થોડા સમય પહેલા કોલેજમાંથી ગુમ થઈ ગઈ હતી. સાથે જ કોલેજનો એક યુવક પણ ગુમ થઈ ગયો હતો. જેની પોલીસ તપાસ કરી રહી હતી.

લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં કરાયું પોસ્ટમોર્ટમ
ત્યારે કોલેજના નવા બની રહેલા લેબોરેટરી બિલ્ડીંગમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. લાંઘણજ આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટરોની મદદથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

પ્રેમ પ્રકરણમાં બનાવ બન્યો હોવાનું અનુમાન
મૃતદેહ મળવા મામલે લાંઘણજના PSI આર.જી.ચૌધરીએ જણાવ્યું કે, મૃતદેહ મળવા પાછળ અત્યારે પ્રેમ-પ્રકરણ જણાઈ રહ્યું છે. વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરનારો યુવક ફરાર છે. અત્યારે યુવકની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં ઘટનાનો ભેદ ઉકેલાઈ જશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ