બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The body of a youth from Mehsana, who went missing in Canada 4 days ago, was found

રહસ્ય..! / 4 દિવસ પૂર્વે કેનેડામાં ગુમ થયેલા મહેસાણાના યુવાનનો મૃતદેહ મળ્યો, પાસપોર્ટ,અને ક્રેડિટકાર્ડ પણ ગાયબ

Vishal Khamar

Last Updated: 09:56 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં ગુમ થયેલ મહેસાણાનાં યુવકનો બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે સ્ટુડન્ટ વિઝા પર હર્ષ પટેલ કેનેડા ખાતે અભ્યાસ અર્થે ગયો હતો. ત્યારે રહસ્યમય રીતે બે દિવસથી ગુમ વિદ્યાર્થીની અચાનક જ લાશ મળી આવતા પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

  • કેનેડામાં ગુમ થયેલા મહેસાણાના યુવાનનો મામલો
  • 26 વર્ષીય હર્ષ પટેલની મળી આવ્યો મૃતદેહ
  • સ્ટુડન્ટ વિઝા પર હર્ષ પટેલ ગયો હતો કેનેડા

 અમેરિકા બાદ કેનેડામાં એક ગુજરાતી યુવક સાથે કોઈ આકસ્મિક બનાવ બન્યો હોવાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે મૂળ મહેસાણાનો રહેવાસી અને કેનેડા અભ્યાસ અર્થે ગયેલ હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ હતો.  ત્યારે આજે યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બે દિવસ બાદ અચાનક તેની લાશ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી
મૂળ મહેસાણાનો રહેવાસી અને કેનેડા ખાતે સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે ગયેલ હર્ષ પટેલ કેનેડામાં છેલ્લા બે દિવસથી ગુમ હતો. ત્યારે તેનાં પરિવારજનો દ્વારા સગા સબંધીઓ તેમજ તેનાં મિત્રોને ત્યાં પણ પૂછપરછ કરી હતી. પરંતું હર્ષની કોઈ ભાળ મળવા પામી ન હતી.  ત્યારે બે દિવસ બાદ અચાનક જ  આજ રોજ સવારનાં સુમારે અચાનક  ટોરેન્ટોમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હર્ષ પાસે રહેલ તેનો પાસપોર્ટ, ક્રેડીટ કાર્ડ તેમજ અન્ય દસ્તાવેજો ગુમ છે. તેનું મૃત્યું કેવી રીતે થયું તે અંગે હજુ કંઈ જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ