બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / The body of a missing girl from Vadod, Surat, was found from a vacant place in three days.

ચકચાર / સુરતના વડોદની ગૂમ થયેલી બાળકીની લાશ ત્રણ દિવસે અવાવરું જગ્યાએથી મળતા ચકચાર;શ્રમજીવી પરિવાર પર આભ તૂટ્યું

Mehul

Last Updated: 04:46 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ વિસ્તારની એક અઢી વર્ષની માસૂમ બાળકી દિવાળીની રાત્રે ગૂમ થયા બાદ,લગભગ 48 કલાકે તેણીનો મૃતદેહ,નજીકના વિસ્તારના અવાવરું જગ્યાએથી મળ્યો.

  • સુરતના પાંડેસરાનાં વડોદની બાળકીની મળી લાશ 
  • અવાવરું જગ્યાએથી લાશ મળતા આશંકા ઠરી સાચી
  • 48 કલાકથી વધુની જહેમત બાદ મળી આવ્યા સગડ  

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ વિસ્તારની એક અઢી વર્ષની માસૂમ બાળકી દિવાળીની રાત્રે ગૂમ થયા બાદ,લગભગ 48 કલાકે તેણીનો મૃતદેહ,નજીકના વિસ્તારના અવાવરું  જગ્યા  પાસેથી મળી આવતા પરિવારને જે આશંકાઓ હતી તે આશંકાઓ સાચી ઠરતા,પરિવાર ક્ષુબ્ધ થઇ ગયો છે,શ્રમજીવી પરિવારની બે પુત્રીઓમાં મોટી એવી અઢી વર્ષની પુત્રીનો મૃતદેહ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હવે સ્થાનિક પોલીસ આસપાસના CCTV ચેક કરી એ તાળો મેળવી રહી છે કે, બાળકીને અપહરણ કરીને  લઇ જવાયા બાદ તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના તો નથી ઘટીને ? બાળકીની હત્યા કરાઈ હોય તો એ પાછળનો ઈરાદો શો હોય શકે ? 

દિવાળીની રાત્રે અચાનક થઇ ગૂમ 

સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામેથી દિવાળીની રાત્રે બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસ બાળકીને શોધવામા લાગી છે..DCB, PCB સહિતના 100થી વધુ જવાનો બાળકીની શોધખોળ કરી રહ્યા છે. બાળકીનું અપહરણ થયું છે કે, બાળકી અચાનક જ રમતા-રમતા ઝાડી-ઝાંખરામાં ગૂમ થઇ ગઈ છે.તે અંગે ભારે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. પાંડેસરા વિસ્તાર મોટા ભાગે શ્રમજીવી વસાહત જેવો છે ત્યારે, શ્રમજીવી પરિવારોમાં ગૂમ થયેલી બાળકીને લઈને તો ઉચાટ છે જ સાથોસાથ,પોતાના બાળકો માટેની ચિંતા પણ ઘર કરી ગઈ છે બાળકીના ઘરની આસપાસ ઝાડી-જંગલ હોવાથી અપહરણ કરાયુ હોવાની આશંકા મજબૂત બની હતી.

 

મિલ મજૂર પિતાને સંતાનમાં બે જ પુત્રી  

માત્ર અઢી વર્ષની બાળકીના પિતા મિલ મજદૂર છે.પરિવારમાં બે પુત્રીઓ ધરાવતા પિતા પર મોટી પુત્રી ગૂમ થવાથી આભ તૂટી પડ્યું હતું .ઘરના ફળીયામાં રમતા-રમતા બાળકી અચાનક ગૂમ થવાથી પરિવાર બે-બાકલો બની ગયો છે.પોલીસ પણ શ્રમજીવી પરિવારની ચિંતા કરી દિવસ-રાત એક કરી બાળકીને શોધી કાઢવા કામે લાગી ગઈ છે.ઘરની આસપાસ ઝાડી-જંગલ હોવાથી કોઈ શખ્સ બાળકીનું અપહરણ કરી ગયો છે કે બાળકી જાતે જ ગૂમ થઇ  છે તે રહસ્ય રહ્યું છે. 

વિસ્તારના CCTV થઈ રહ્યા છે ચેક 

બાળકી ગૂમ થયાની ઘટના બાદ પોલીસ તંત્ર કામે લાગી ગયું છે.ઘરની આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવમાં આવી રહ્યા છે. આવા સંજોગો વચ્ચે દીપાવલીના તહેવારોને બાજુએ મૂકી દઈ પોલીસ વિભાગ બાળકીના ફોર્ટોગ્રાફ્સ સાથે નજીકના વિસ્તારોમાં ભાળ કાઢી રહી છે. શ્રમજીવી પરિવારની બે પુત્રીઓમાં મોટી બાળકી જેની ઉમર માત્ર અઢી વર્ષની છે તેણીના ગૂમ થવાથી પરિવાર શૂન્યમનસ્ક થઇ ગયો હતો. હવે લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ