બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The beta version of Yatradham Ambaji new website WWW.AMBAJITEMPLE.IN was launched
Dinesh
Last Updated: 10:00 AM, 18 December 2023
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.INનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના સંપૂર્ણ માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ http://WWW.AMBAJITEMPLE.INયાર કરવામાં આવેલી યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN થકી વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન, આરતી, પૂનમ અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો નિહાળી શકશે.
ADVERTISEMENT
ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત ઉપલબ્ધ થાય તેવો પ્રયાસ
ધર્મ, સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અથાગ પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કલેકટરની દીર્ધ દ્રષ્ટીથી અંબાજી મંદિરની નવીન વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શન સમય , યાત્રિ સુવિધાઓ,વિવિધ ઉત્સવો,૫૧ શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ, અંબાજી આસપાસના સ્થળો, ગબ્બર જ્યોત અખંડ દર્શન, ઓનલાઈન સુવર્ણદાન, ઓનલાઈન જનરલ ડોનેશન, જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘરે બેઠા માં અંબાનો પ્રસાદ અને અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
નવીન થીમ, ટેકનોલોજી અને સુવિધાઓથી સુસજ્જ
માં અંબાના ભક્તોને ટેકનોલોજીના માધ્યમથી શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર પ્રાપ્ત થઇ શકશે. કલેકટર બનાસકાંઠા ,દાંતા પ્રાંત અધિકારીશ્રી અને અંબાજી મંદિરના વહીવટદારના માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો, સૂચનો દ્વારા આ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. અંબાજી મંદિરના ઇન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા અને 361 માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરના સોશિયલ મીડિયાને પણ અપડેટ કરી માં અંબાના ભાવિક ભક્તોને ટેકનોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરેલ છે. પોષી પૂનમ માતાજીના પ્રાગટ્ય દિન અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 પહેલા વેબસાઈટને નવીન થીમ, ટેકનોલોજી અને સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.