બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / The bail application case of folk writer Dewayat Khawad

રાજકોટ / લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજીનો મામલો, આ તરીકે થશે સુનાવણી

Kishor

Last Updated: 05:26 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારામારીના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડએ રજૂ કરેલી જામીન અરજી પર રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા 11જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવે છે.

  • લોકસાહિત્યકાર દેવાયત ખવડએ રજૂ કરેલી જામીન અરજી મામલો
  • દેવાયત ખવડે રાજકોટ સેશન્સ કોર્ટમાં કરી છે જામીન અરજી
  • જામીન અરજી પર 11 જાન્યુઆરીએ થશે સુનાવણી

મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. જે જામીન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. દેવાયત ખવડની જામીન અરજી પર 11 જાન્યુઆરીએ સુનાવણી થશે. મહત્વનું છે કે મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ જેલ હવાલે છે.

શુ હતો સમગ્ર મામલો?

રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.  

દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ

તમને જણાવી દઇએ કે, દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે. જેમાંના એક ગંભીર ગુનાની નોંધ છે. 2015માં ચોટીલામાં મારામારીના ગુના હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી તો 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ દેવાયત ખવડ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. અગાઉ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. ત્યારબાદ હવે રાજકોટ સેશન્સ કોર્ટમાં થયેલ જામીન અરજીની બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ