બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The Atiq Ahmed murder case was a conspiracy to attack during police custody

દાવો / " પોતાને કોઈ મારી ન નાખે અને પોલીસ એન્કાઉન્ટર ન કરે એટલે અતીકે કર્યું ચોંકાવનારું કામ, તપાસમાં ઘટસ્ફોટ

Kishor

Last Updated: 12:18 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmed murder case અતિક અહેમદ પોલીસ ગિરફતારી દરમિયાન પોતાના પર હુમલો કરવાનું ષડયંત્ર રચી બૉમ્બબાજી કરી પોતાની સુરક્ષા મજબૂત કરવા માંગતો હતો.

  • માફિયા અતિક અહેમદની હત્યા મામલે વધુ એક વળાંક
  • અતિક અહેમદ પોલીસ પકડ દરમિયાન પોતાના પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું
  • શૂટર બમબાજ ગુડડું મુસ્લિમને સોંપી હતી જવાબદારી 

માફિયા અતિક અહેમદની હત્યા બાદ પોલીસ તપાસમાં નીતનવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પોલીસે તપાસ દરમિયાન દાવો કર્યો છે કે અતિક અહેમદ પોલીસ ગિરફતારી દરમિયાન પોતાના પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આરોપી અતિક ફાયરિંગ તથા બૉમ્બમારી કરી પોતાની સુરક્ષા મજબૂત કરવા માંગતો હતો. હુમલાના નાટક બાદ તેની સુરક્ષામાં વધારો થવાથી ન તો અતિકનું કોઈ  એન્કાઉન્ટર પર ન કરી શકે અને કોઈ મર્ડર પણ ન કરી શકે! આ માટે અતિકે પોતાના શૂટર બમબાજ ગુડડું મુસ્લિમને જવાબદારી સોંપી હોવાનું અને ગુડડું મુસ્લિમએ પૂર્વાંચરમાં અમુક શખ્સોનો સંપર્ક કર્યો હોવાનું પણ ખુલ્યું છે.

72 કલાક બાદ અતિક અહેમદ હેમખેમ સાબરમતી જેલ પહોંચતા લીધો હાશકારો, અપહરણ  કેસમાં આજીવન કેદની પડી છે સજા | Atiq Ahmed was again taken to Sabarmati Jail

રસ્તામાં અથવા પ્રયાગરાજમાં હુમલો કરવાનું હતું કાવતરૂ

કાવતરાના ભાગ રૂપે સાબરમતી જેલમાંથી આવતી વખતે અતીક અહેમદ પર રસ્તામાં અથવા પ્રયાગરાજમાં કોઈ જગ્યાએ હુમલો કરવામાં આવશે. તેવું નક્કી પણ થયુ હોવાનો પોલીસે દાવો કર્યો છે. એવો પ્લાન હતો કે નજીકથી ગોળીબાર કરી આસપાસ બોમ્બ ફેંકવાના હતા. બાદમાં એવી અફવા ફેલાવવાની હતી કે અતીક અહેમદ પર તેના વિરોધીઓએ હુમલો કર્યો છે. જેને પગલે અતિકની સુરક્ષા વધારી દેવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ 2002માં પણ અતીક અહેમદે પોતાના પર હુમલાનું નાટક રચ્યું હતું.

ચોંકાવનારા ખુલાસા થઈ શકે

પૂર્વાંચલના કેટલાક બદમાશો પણ અતીક અને અશરફ પર હુમલો કરવા પ્રયાગરાજ આવ્યા હતા. શું ત્રણ શૂટર્સ લવલેશ, અરુણ અને સનીને અતીક અહેમદની જ ગેંગે બોલાવ્યા હતા. હુમલાનો ડોળ કરવાને બદલે ગેંગના સભ્યએ છેતરપિંડી કરીને હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય? તે સહિતની દિશામાં તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે. પોલીસ તપાસ પુરી થયા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 


 પરિસરમાં પહોચતાની સાથે જ હુમલાખોરોએ ગોળીઓ વરસાવી હતી
અતીક અહેમદની હત્યા બાદ વાયરલ થયેલા વીડિયોમાં કોલવિન હોસ્પિટલના ગેટ પર પોલીસ જીપમાંથી નીચે ઉતરતી વખતે અતીક અહેમદ થોડીવાર રોકાયા બાદ અતીકનો એક પગ કારમાં જ હતો. બાદમાં તે ઈશારો કરે છે અને ગાડીમાંથી ઉતરે છે.જે પરિસરમાં પહોચતાની સાથે જ હુમલાખોરોએ ગોળીઓ વરસાવી હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ