The aliens understood this thing flying in the sky, immediately informed the police
કૌતુક /
લોકો આકાશમાં ઊડી રહેલી આ વસ્તુને એલિયન સમજી બેઠા, તાત્કાલિક પોલીસને જાણ કરી
Team VTV08:08 PM, 18 Oct 20
| Updated: 08:08 PM, 18 Oct 20
જ્યારે ગામ લોકોએ આકાશમાં આયર્ન મેન જેવું કંઇક ઉડતું જોયું, ત્યારે તેમનામાં ભયનો માહોલ છવાઈ ગયો. તેઓ તેને એલિયન માણી રહ્યા હતા અને તેથી તેમણે પોલીસને જાણ કરી. પાછળથી ખબર પડી કે તે એક બલૂન હતું જેને આકાશમાં કોઈએ એવી રીતે ઉડાવ્યો હતો. આ ઘટના યુપીમાં ગ્રેટર નોઈડાની છે.
આ ઘટના ઉત્તર પ્રદેશની છે
ગ્રેટર નોઇડામાં આયર્નમેનનું બલૂન ઊડી રહ્યું હતું
લોકોએ પોલીસને જાણ કરી હતી
ઉત્તરપ્રદેશના એક ગામમાં લોકોમાં ત્યારે ભયનું વાતાવરણ જામી ગયું હતું જ્યારે ગામ લોકોએ આકાશમાં એક લોખંડ જેવી વસ્તુને ઉડતી જોઇ હતી. તેઓએ વિચાર્યું કે ગામમાં કોઈ એલિયન આવી ગયું છે.
ગેસના બલૂનને એલિયન સમજી બેઠા લોકો
PTI ના સમાચારો અનુસાર શનિવારે સવારે ઉત્તર પ્રદેશ ના ગ્રેટર નોઈડામાં આ ઘટના જોવા મળી હતી. ગ્રેટર નોઈડા ના ધનકોર શહેરમાં આયર્નમેન જેવો રોબોટ મળ્યો હતો, જે ખરેખર એક ગેસનો બલૂન હતો.
ધનકૌરના ઘણા લોકોએ આયર્નમેનના આ ગેસના બલૂનને ઉડતો જોયો હતો અને તેઓ તેને એલિયન સમજી બેઠા હતા. આ બલૂન પાછળથી ભટ્ટ પરસૌલ ગામ નજીક નહેરમાં પડ્યું હતું. જે લોકોએ સ્થળની મુલાકાત લીધી, તે એલિયન લાગ્યું.
પોલીસને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી
પોલીસ અધિકારી અનિલકુમાર પાંડેયના કહેવા મુજબ હવાથી ભરેલો બલૂન આકાશમાં ઉડતી વખતે નહેરમાં પડી ગયો હતો અને ઝાડીમાં ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહના લીધે તે હાલી રહ્યું હતું અને તેનો આકાર પણ હોલીવુડની ફિલ્મ આયર્ન મેનનાં પાત્ર જેવો હતો. આને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને તેઓએ તેને એલિયન તરીકે વિચારવાનું શરૂ કર્યું હતું.
બાદમાં જ્યારે આ બલૂનનો ગેસ બહાર આવ્યો ત્યારે લોકોને આખી બાબતની સમજ પડી હતી કે આ માત્ર એક બલૂન છે અને તે કોઈના માટે હાનિકારક નથી.