બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / Tesla In India elon musk tesla india entry pmo us ev import policy and china

Tesla In India / બસ થોડા જ દિવસમાં આ રીતે ભારતમાં થઈ શકે છે ટેસ્લાની એન્ટ્રી! ચીનને લાગશે મરચાં

Arohi

Last Updated: 11:32 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tesla In India: PMOએ સંબંધિત મંત્રાલયો અને અધિકારીઓને કહ્યું છે કે ટેસ્લા સાથે જોડાયેલા રોકાણોને તમામ પ્રકારની મંજૂરી જાન્યુઆરી સુધી આપવામાં આવે. તેના પહેલા ઈવી ઈમ્પોર્ટ પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

  • ભારતમાં થઈ શકે છે ટેસ્લાની એન્ટ્રી 
  • ચીનને આ કારણે લાગશે મરચા
  • ઈવી ઈમ્પોર્ટ પોલિસીમાં થશે ફેરફાર

પહેલા એપલ અને હવે ટેસ્લા, ચીનને સતત બીજો ઝટલો લાગી શકે છે. હાલ અમેરિકાની કંપનીઓનો ચીનમાં દબદબો હતો. ચીનની ઈકોનોમીની રફ્તાર અને રોજગાર બન્ને આ કંપનીઓના દમ પર હતા. 

અમેરિકાની સાથે ચીનના સંબંધ અને પછી ચીનની કોવિડ પોલિસીની કારણે એપલે પહેલા પોતાનો રસ્તો અલગ કર્યો અને ભારતની તરફ આવ્યા. હવે ટેસ્લા પણ ભારતમાં આવી શકે છે. સરકારી વિભાગ જાન્યુઆરી 2024 સુધી બધી જરૂરી મંજૂરી આપવાના કામમાં લાગી ગયું છે. 

ટોપ અધિકારીઓ સાથે બેઠક
ઈટીના જાણકારોએ જણાવ્યું કે પીએમઓએ ટેસ્લાના ઈવેસ્ટમેન્ટ પ્રપોઝલ સહિત દેશમાં ઈવી મેન્યૂફેક્ચરિંગના બજા ફેઝની મુલાકાત લેવા સોમવારે ટોપ અધિકારીઓની સાથે બેઠક કરી છે. 

જાણકારો અનુસાર આ બેઠકનો એજન્ડા પોલિસી મામલા પર ફોકસ્ડ રહેવાનો હતો પરંતુ દેશમાં ટેલ્સાના પ્રસ્તાવિત રોકાણને જાન્યુઆરી 2024 સુધી ઝડપથી મંજૂરી આપવાની વાત કહેવામાં આવી છે. 

ઈવી પોલિસીમાં થઈ શકે છે ફેરફાર 
ટેસ્લાને ભારતમાં લાવવા અને તેની આ વાતને માનવા માટે સરકાર પોતાની ઈવી પોલિસીમાં ફેરફાર કરી શકે છે. તેના માટે આ પોલિસીમાં એક નવી કેટેગરીની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. 

આમ તો અધિકારીઓનું કહેવું છે કે આ નવી કેટેગરીને લાવવાનો મતલબ એ નથી કે તે ફક્ત ટેસ્લા માટે જ કરવામાં આવી રહ્યું છે. દુનિયાની ઘણી ઈવી મેકર જે ભારતમાં મેન્યુફેક્ચરિંગ લગાવવા માંગે છે તો તેને આ સુવિધાનો લાભ મળશે. 

ચીનને લાગી શકે છે ઝટકો 
ત્યાં જ બીજી તરફ ચીનમાં સતત ટેસ્લાનું વેચાણ ઓછુ થઈ રહ્યું છે. ઘણા વખત કિંમતોમાં ઘટાડા બાદ પણ તેને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. અહીં સુધી કે ચીનની બીવાઈડીને ખૂબ જ ફાયદો થયો છે. 

આજ કારણ છે કે ટેલ્સા ભારતને પોતાનું નેક્સ્ટ માર્કેટ બનાવવા માંગે છે. સાથે જ અહીં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવીને એશિયા અને સાઉથ એશિયા માર્કેટને ટાર્ગેટ કરવા માંગે છે. બીજી બાજુ ચીનથી ટેસ્લા એક્ઝિટ કરે તો તેને મોટો ઝટકો લાગી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ