બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Tensions escalated after the Balakot airstrike, blowing up its own helicopter

કાર્યવાહી / બાલાકોટ એરસ્ટ્રાઈક પછી વધી ગયો હતો તણાવ, પોતાનું જ હેલિકોપ્ટર ઉડાવી નાંખ્યું... હવે આવ્યો મોટો આદેશ

Priyakant

Last Updated: 11:24 AM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mi-17 V5 હેલિકોપ્ટરને ભૂલથી ભારતીય વાયુસેનાની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પછી બડગામમાં હેલિકોપ્ટર થયું હતું ક્રેશ

  • ભારતીય વાયુસેના દ્વારા ગ્રુપ કેપ્ટનને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ 
  • Mi-17 V5 હેલિકોપ્ટરને એક મિસાઇલ દ્વારા બનાવવામાં આવ્યું હતું નિશાન 
  • હેલિકોપ્ટર શ્રીનગર પરત ફરી રહ્યું હતું અને પછી બડગામમાં ક્રેશ થયું 
  • હેલિકોપ્ટરમાં બેઠેલા એરફોર્સના 6 જવાનો અને એક નાગરિકના થયા હતા મોત 
  • તે સમયે શ્રીનગર એરફોર્સ સ્ટેશનના COO તરીકે ફરજ બજાવતા હતા સુમન રોય ચૌધરી

ભારતીય વાયુસેનાએ કોર્ટ માર્શલ પ્રક્રિયા દ્વારા પોતાના જ એક ગ્રુપ કેપ્ટનને નોકરીમાંથી બરતરફ કરવાનો આદેશ આપ્યો છે. વાત જાણે એમ છે કે, આ સમગ્ર મામલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન સ્થિત અડ્ડા બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાના એક દિવસ પછીનો છે. 27 ફેબ્રુઆરી 2019ના રોજ બનેલી આ ઘટનામાં ભારતીય વાયુસેનાના Mi-17 V5 હેલિકોપ્ટરને મિસાઇલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

શું હતી સમગ્ર ઘટના ? 
આ ઘટના 27 ફેબ્રુઆરીની છે. આ પહેલા 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાનો નાશ કર્યો હતો. આ હુમલા બાદ પાકિસ્તાન ચોંકી ઉઠ્યું હતું. 27મીએ સવારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય ઠેકાણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ્સ વચ્ચે આકાશમાં ભીષણ યુદ્ધ થયું હતું.

વાયુસેના દ્વારા સ્થાપિત કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અનુસાર તે જ સમયે Mi-17 V5 હેલિકોપ્ટરને ભૂલથી ભારતીય વાયુસેનાની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પછી બડગામમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે સમયે આ હેલિકોપ્ટર શ્રીનગર પરત ફરી રહ્યું હતું. મિસાઈલની ઈજાને કારણે આ હેલિકોપ્ટરમાં બેઠેલા એરફોર્સના 6 જવાનો અને એક નાગરિકના મોત થયા હતા.

ગ્રૂપ કેપ્ટનને બરતરફ કરવાનો આદેશ
સૂત્રોએ જણાવ્યું કે, જનરલ કોર્ટ માર્શલે ગ્રૂપ કેપ્ટન સુમન રોય ચૌધરીને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે, જેઓ તે સમયે શ્રીનગર એરફોર્સ સ્ટેશનના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે ફરજ બજાવતા હતા.

એરફોર્સ ચીફની આપવી પડશે મંજૂરી 
સુત્રોએ જણાવ્યું કે કોર્ટ ઓફ ઈન્કવાયરીના અહેવાલ બાદ રચાયેલ જીસીએમએ ગ્રુપ કેપ્ટન ચૌધરીને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે GCMને ગ્રુપ કેપ્ટન વિરુદ્ધ તેના તારણો કાઢવાની મંજૂરી આપી હતી, પરંતુ આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી તે ઘટના સંબંધિત મામલાનો નિકાલ ન કરે ત્યાં સુધી ભલામણ પર કાર્યવાહી કરવામાં નહીં આવે. આ બાબતમાં નિર્ધારિત ધોરણો મુજબ, એર ચીફે અધિકારીને બરતરફ કરવાની જીસીએમની ભલામણને મંજૂરી આપવી પડશે. સુત્રોએ જણાવ્યું હતું કે, કોર્ટ આ મામલે નિર્ણય લેશે પછી જીસીએમનો ઓર્ડર એર ચીફ સમક્ષ મૂકવામાં આવશે.

ક્યાં અને કેવી રીતે થઈ હતી ભૂલ ? 
મહત્વનું છે કે, આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના તારણો બાદ જનરલ કોર્ટ માર્શલની રચના કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરતી કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં જાણવા મળ્યું છે કે, Mi-17 V-5ને જમીન પરથી છોડવામાં આવેલી મિસાઈલથી અથડાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, હેલિકોપ્ટરમાં 'આઇડેન્ટિફિકેશન ઓફ ફ્રેન્ડ ઓર ફોઇ' (દોસ્ત કે દુશ્મનની ઓળખાણ) સિસ્ટમ બંધ હતી અને ગ્રાઉન્ડ સ્ટાફ અને હેલિકોપ્ટરના ક્રૂ વચ્ચે સંચાર અને સંકલનમાં 'મોટો અંતર' હતો. 

આ સાથે તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે, ઘટના સમયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ભંગ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આઈડેન્ટિફિકેશન ઓફ ફ્રેન્ડ કે ફોઈ સિસ્ટમે એર ડિફેન્સના રડારની ઓળખ કરી અને જણાવે છે કે, એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર આપણું પોતાનું છે કે દુશ્મન દ્વારા મોકલવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, GCMએ ગ્રૂપ કેપ્ટન ચૌધરીને નિર્ધારિત ધોરણોનું પાલન ન કરવા બદલ દોષી ઠેરવ્યો હતો, ખાસ કરીને IFF પર એર હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલા આદેશોનો પણ સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ