બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Teesta Setalvad gujarat government jitu vaghani press conference

ખુલાસો / અહેમદ પટેલે સોનિયા ગાંધીના કહેવા પર સેતલવાડ ગેંગ સાથે પૈસાની લેતી-દેતી કરી, જીત વાઘાણીના પ્રહાર

Kavan

Last Updated: 03:48 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હોવાના SITના ખુલાસા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

  • રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ
  • PM મોદીને બદનામ કરવા કાવતરા થયા: વાઘાણી
  • 2002ના રમખાણોમાં ગુજરાત સરકારને બદનામ કરાઈ: વાઘાણી

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,  2002 માં થયેલા રમખાણો મામલે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. 

કરોડો રૂપિયાની થઈ હતી લેવડ-દેવડ

સાથે જ વાઘાણીએ વધુમાં કહ્યું કે તીસ્તા સેતલવાડની ગેંગને અહેમદ પટેલ, સોનિયા ગાંધી અને કોંગ્રેસનું સમર્થન હતું અને કરોડો રૂપિયાની લેવડદેવડ પણ કરવામાં આવી હતી. 

કોંગ્રેસના આગેવાનોએ સત્તાનો દુરઉપયોગ કર્યો

જીતુ વાઘાણીએ એમપણ જણાવ્યું હતું કે, અહેમદ પટેલે સોનિયા ગાંધીના કહેવા પર કરોડોની લેતીદેતી કરી હતી જેના ખુલાસા SITએ જે એફિડેવિટ ફાઈલ કરી છે તેમાં થયાં છે. સાથે જ એમપણ જણાવ્યું કે, કોંગ્રેસના આગેવાનોએ સત્તાનો દુરઉપયોગ કર્યો છે. 

Teesta Setalvadan's hand in the conspiracy to overthrow the BJP government in Gujarat

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે શું કર્યો છે ખુલાસો?

ગુજરાત રમખાણોને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. SITએ શુક્રવારે કહ્યું હતું કે, તિસ્તા ગુજરાતમાં ભાજપ સરકારને તોડી પાડવાના મોટા કાવતરામાં સામેલ હતી. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડ 2002ના રમખાણો પછી ભાજપ સરકારને ઉથલાવી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઈશારે મોટા કાવતરામાં સામેલ હતા.

ચૂંટાયેલી સરકારને ઉથલાવી અથવા અસ્થિર કરવા અપાયું હતું ફંડ 

ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ ભવ્ય કાવતરું કરવા પાછળ તિસ્તા સેતલવાડનો રાજકીય હેતુ ચૂંટાયેલી સરકારને ઉથલાવી અથવા અસ્થિર કરવાનો હતો. એફિડેવિટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સેતલવાડે નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાના પ્રયાસોના બદલામાં ભાજપના હરીફ રાજકીય પક્ષ પાસેથી ગેરકાયદેસર નાણાકીય અને અન્ય લાભો અને પુરસ્કારો મેળવ્યા હતા. 

સંબિત પાત્રાએ પણ કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર 

SITના એફિડેવિટને આધાર બનાવીને સંબિત પાત્રાએ કહ્યું કે, એફિડેવિટથી સત્ય બહાર આવ્યું છે કે, આ ષડયંત્ર પાછળ કોણ હતા. સંબિત પાત્રાએ કહ્યું કે, અહેમદ પટેલના કહેવાથી તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે, અહેમદ પટેલ માત્ર એક નામ છે, જેનું પ્રેરક બળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ દ્વારા ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો. 

30 લાખનો પહેલો હપ્તો સોનિયા ગાંધીએ તિસ્તાને આપ્યો-પાત્રા

સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે, મીડિયામાં એફિડેવિટ મુજબ આ કામ માટે પૈસા આપવામાં આવ્યા હતા. પહેલા હપ્તા તરીકે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા.  આ 30 લાખ તે વખતે પ્રથમ હપ્તા તરીકે જ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ પછી સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને અપમાનિત કરવા અને બદનામ કરવા માટે કેટલા કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો અને માત્ર રાહુલ ગાંધીને પ્રોત્સાહન આપવા માટે સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડનો ઉપયોગ કર્યો. સંબિત પાત્રાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આના પર કહ્યું હતું કે, કેટલાક લોકો એક ષડયંત્ર હેઠળ આ વિષયને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખોટા તથ્યો રજૂ કરી રહ્યા છે અને હવે આ લોકો પર પણ કાયદો કડક થવો જોઈએ. 2002ના ગુજરાત રમખાણોમાં કોંગ્રેસે જે રીતે નરેન્દ્ર મોદીને ષડયંત્ર હેઠળ અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ