બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જોઈ OnePlus 15 5Gની પહેલી તસવીર? આખી ડિઝાઇન બદલાઈ ગઈ, જુઓ Photos-ફીચર્સ
Last Updated: 09:58 AM, 2 September 2025
OnePlus સ્માર્ટફોન દર વર્ષે તેના નવા ફ્લેગશિપ ફોનથી ટેકનોલોજી ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. હવે ફોનની એક તસવીર સામે આવી છે, જેમાં OnePlus 15ની ડિઝાઇન અને ફીચર્સની ઝલક જોવા મળી રહી છે. એક X એકાઉન્ટ પરથી આ ફોટો શેર થયો છે, જેમાં ફોનનો નવો કેમેરા સેટઅપ અને કલર ઓપ્શન્સ દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
નવી કેમેરા ડિઝાઇન
જે સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે, એ છે કેમેરા મોડ્યુલનો. અત્યાર સુધી OnePlusએ તેના ફ્લેગશિપ ફોનમાં રાઉન્ડ કેમેરા ડિઝાઇન આપી હતી, પરંતુ OnePlus 15માં આ બદલાઈ શકે છે. આમાં ચોરસ આકારનો કેમેરા આઇલેન્ડ દેખાઈ રહ્યો છે, જેની કિનારીઓ ગોળાકાર છે. આ મોડ્યુલમાં ત્રણ કેમેરા આપવાની અપેક્ષા છે. આનો અર્થ એ છે કે કંપની હવે ગોળાકાર કેમેરા ડિઝાઇન છોડીને વધુ મોડર્ન અને શાર્પ લુક પર ફોકસ કરી રહી છે.
ADVERTISEMENT
OnePlus 15 storage & color options, as per DCS
— Sudhanshu Ambhore (@Sudhanshu1414) August 29, 2025
- 12GB+256GB, 12GB+512GB, 16GB+256GB, 16GB+512GB, and 16GB+1TB
- Black, Purple, and Titanium color options pic.twitter.com/Do9n9Uhaw9
નવા કલર ઓપ્શન્સ
ADVERTISEMENT
લીક થયેલી માહિતી પ્રમાણે, OnePlus 15માટે ત્રણ કલર ઓપ્શન્સ આપવામાં આવ્યા છે - બ્લેક, પર્પલ અને ટાઇટેનિયમ. ખાસ કરીને ટાઇટેનિયમ ફિનિશ ફોનને પ્રીમિયમ લુક આપશે, જેના કારણે તે બજારમાં એક અલગ ઓળખ બનાવી શકે છે.
પરફોર્મન્સ અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, OnePlus 15 ઘણા કોન્ફિગ્રેશનમાં લોન્ચ થશે, જેમ કે 12GB RAM + 256GB/512GB સ્ટોરેજ, 16GB RAM + 256GB/512GB સ્ટોરેજ અને 16GB RAM + 1TB સ્ટોરેજ (હાઇ-એન્ડ મોડેલ). આ ઓપ્શન હાઈ-પરફોર્મન્સ યુઝર્સ અને ગેમ લવર્સ માટે ખૂબ જ આકર્ષક હોઈ શકે છે.

ADVERTISEMENT
લેટેસ્ટ પ્રોસેસર
માહિતી પ્રમાણે, OnePlus 15માં Qualcomm Snapdragon 8 Elite 2 (Snapdragon 8 Elite Gen 5) પ્રોસેસર લગાવવામાં આવ્યું છે. આ ચિપસેટ આ વર્ષના સૌથી પાવરફુલ મોબાઇલ પ્રોસેસર્સમાંથી એક હશે. જો આ માહિતી સાચી હોય તો OnePlus 15 સેમસંગ, Xiaomi અને iPhone જેવા ફ્લેગશિપ્સને સીધી ટક્કર આપશે.
ADVERTISEMENT
ડિસ્પ્લે અને બેટરી
રિપોર્ટ્સ પ્રમાણે, OnePlus 15 માં 6.78-ઇંચ ફ્લેટ LTPO ડિસ્પ્લે હોઈ શકે છે, જે 1.5K રિઝોલ્યુશન અને 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે. બેટરી પણ પાવરફુલ હોવાનું કહેવાય છે, જેની ક્ષમતા 7000mAh થી વધારે હોઈ શકે છે. ઉપરાંત, તેને 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: તમે પણ ઘરે બેઠાં WhatsApp-Instagramથી કમાણી કરી શકશો, એ કઇ રીતે?
શું OnePlus 14 થશે સ્કીપ?
હવે સૌથી રસપ્રદ સવાલ એ છે કે શું કંપની OnePlus 14ને સંપૂર્ણપણે સ્કીપ કરી દેશે? કારણ કે OnePlus 13 ગયા વર્ષે (2024) Snapdragon 8 Elite ચિપ, 24GB RAM, 1TB સ્ટોરેજ અને 6000mAh બેટરી સાથે આવ્યો હતો. હવે એવી શક્યતા છે કે કંપની સીધો OnePlus 15 રજૂ કરશે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.