બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPI પેમેન્ટ દ્વારા થતા ફ્રોડને રોકવા નિર્ણય! NPCIએ પુલ ટ્રાન્ઝેક્શન બંધ કરવા શરૂ કરી તૈયારી

તમારા કામનું.. / UPI પેમેન્ટ દ્વારા થતા ફ્રોડને રોકવા નિર્ણય! NPCIએ પુલ ટ્રાન્ઝેક્શન બંધ કરવા શરૂ કરી તૈયારી

Last Updated: 10:29 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હવે ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે કાર્યરત છે. કોર્પોરેશન માને છે કે મોટાભાગની છેતરપિંડી પુલ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવે છે. આ જ કારણ છે કે હવે આ સુવિધા બંધ કરવાનો વિચાર થઈ રહ્યો છે. NPCI ઘણી બેંકો સાથે વાટાઘાટો કરી રહી છે.

આજના આ ઈન્ટરનેટના જમાનામાં છેતરપિંડીની ઘટાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ છેતરપિંડી રોકવા અલગ અલગ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓ ઘટાડવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI પર પુલ ટ્રાન્ઝેક્શન બંધ કરવાનું વિચારી રહી છે. આ માટે NPCI અને બેંકો વચ્ચે પ્રારંભિક સ્તરની વાતચીત ચાલી રહી છે. મોટાભાગની ડિજિટલ છેતરપિંડી પુલ ટ્રાન્ઝેક્શન પદ્ધતિ દ્વારા થઈ રહી છે અને તેને ઘટાડવા માટે NPCI આ સુવિધાને સંપૂર્ણપણે દૂર કરવાની શક્યતા શોધી રહી છે.

UPI PIN (7)

બેંકોને કયો ડર સતાવી રહ્યો છે?

એક અહેવાલ મુજબ પુલ ટ્રાન્ઝેક્શનને બંધ કરવાથી ડિજિટલ છેતરપિંડીની ઘટનાઓ ઘટી શકે છે. પરંતુ કેટલાક બેંકરોને ડર છે કે આનાથી વાસ્તવિક વ્યવહારો પર અસર પડી શકે છે. ઉપરાંત UPI ચુકવણી કાર્યક્ષમતામાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે, NPCI એ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. NPCI દેશમાં ઓનલાઈન રિટેલ ટ્રાન્ઝેક્શન અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અંગે ચર્ચા હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેના અમલીકરણ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં UPI વ્યવહારો ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. ફક્ત ફેબ્રુઆરીમાં જ UPI દ્વારા કુલ 16 અબજ વ્યવહારો થયા હતા અને તેમાં 21 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનો વ્યવહાર કરવામાં આવ્યો હતો.

cyber-fraud_Z06sZiZ

સાયબર છેતરપિંડી પણ વધી

ડિજિટલ વ્યવહારોની સંખ્યામાં વધારો થવાની સાથે દેશમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ લોકોને છેતરવા માટે નવી તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે. આના કારણે આર્થિક નુકસાનની સાથે માનસિક તણાવ પણ વધી રહ્યો છે.

cyber-fraud_xLZDB2h

પુલ ટ્રાન્ઝેક્શન શું છે?

જ્યારે કોઈ વેપારી તેના ગ્રાહકને ચુકવણી વિનંતી મોકલે છે ત્યારે તેને પુલ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. આ માધ્યમમાં ચૂકવવાની રકમ પહેલાથી જ શામેલ છે. ગ્રાહકે ફક્ત તેની UPI એપ પર પોતાનો પિન નંબર દાખલ કરવાનો રહેશે. જ્યારે ગ્રાહક QR કોડ અથવા અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને સીધા ચુકવણી કરે છે ત્યારે તેને પુલ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. આવા વ્યવહારોમાં ગ્રાહક પોતે તેની UPI એપમાં ચૂકવવાની રકમ દાખલ કરે છે.

વધુ વાંચો : આધાર કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા ન કરો! દુરુપયોગ થતા પહેલા જ કરો લોક, જાણો સરળ પ્રોસેસ

RBI ને 27 હજારથી વધુ ફરિયાદો મળી

ચાલુ નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ છ મહિનામાં RBI લોકપાલને કુલ 27 હજારથી વધુ ફરિયાદો મળી છે. આમાં એપ્રિલ-જૂન 2024 દરમિયાન 14,401 ફરિયાદો મળી હતી અને જુલાઈ-સપ્ટેમ્બર 2024 દરમિયાન 12,744 ફરિયાદો મળી હતી. ડિસેમ્બર 2024માં RBI દ્વારા બહાર પાડવામાં આવેલા નાણાકીય સ્થિરતા અહેવાલ અનુસાર, પ્રથમ છ મહિનામાં કુલ ફરિયાદોમાંથી 70 ટકાથી વધુ ફરિયાદો લોન અને ડિજિટલ માધ્યમથી કરવામાં આવેલી ચુકવણીઓ સંબંધિત હતી. RBI એ તાજેતરમાં આવી બાબતો વિશે લોકોને શિક્ષિત કરવા માટે જાગૃતિ પહેલના મહત્વ પર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digitalfraud UPI Pulltransaction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ