બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tata tech ipo share lists with a premium of 140 percent at 1200 almost doubled

રોકાણ / ટાટાના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ, મળ્યું તગડું રિર્ટન, 500નો શેર 1200 રૂપિયે થયો લિસ્ટ

Arohi

Last Updated: 11:12 AM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TATA Tech IPO: ટાટા ટેકના શેરોએ શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. બન્ને સુચકાંકો પર શેરની લિસ્ટિંગ ઈશ્યુ પ્રાઈસના મુકાબલે ડબલ કરતા વધારે કિંમત પર થયું છે.

  • TATA Techના IPOએ શેર બજારમાં કરી એન્ટ્રી 
  • 1300 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યું છે ટાટા ટેક 
  • માર્કેટમાં થયું TATA Techના IPOનું લિસ્ટિંગ

ટાટા ટેકના શેર આજે એટલે કે 30 નવેમ્બરે માર્કેટમાં લિસ્ટ થઈ ગયા છે. શેરોનું લિસ્ટિંગ બન્ને પ્રમુખ સુચકાંકો પર થયું છે. એનએસઈ અને બીએસઈ બન્ને પર જ ટાટા ટેક 140 ટકા પ્રીમિયરની સાથે 1200 રૂપિયા પર લિસ્ટ થયો છે. જેને પણ ટાટા ટેકના શેર અલોટ થયા હશે તેમને આજે દરેક શેર પર લગભગ ડબલથી વધારે નફો થયો છે. શરૂઆતી વ્યાપારમાં શેર 1400 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. તેનો મતલબ છે કે આ શેર પર લગભગ ત્રણ ગણો નફો રોકાણકારોને મળી રહ્યો હતો. 

ટાટા ટેકના શેરની જબરદસ્ત લિસ્ટિંગનું અનુમાન પહેલાથી જ લગાવવામાં આવી રહ્યું હતું. જે પ્રકારે ગ્રે માર્કેટમાં ટાટા ટેકને રિસ્પોન્સ મળી રહ્યો હતો તેના ઉપરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે શેર ધમાકેદાર ઓપનિંગ કરશે. 

20 વર્ષમાં પહેલી વખત આવ્યો IPO
ટાટાની કોઈ કંપની દ્વારા આ લગભગ 20 વર્ષમાં પહેલી વખત લાવવામાં આવેલો IPO હતો. લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટાટા ટેકના IPOને રેકોર્ડ તોડ રિસ્પોન્સ મળી રહ્યો હકો. IPOને લગભગ 70 ગણા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો. તેમાં રિટેલ રોકાણકારો માટે રિઝર્વ ભાગ 16.50 ગણો, એનઆઈઆઈ માટે રિઝર્વ ભાગ 62.11 ગણો અને ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ 203 ગણો સબ્સક્રાઈબ થયો હતો. ટાટા ટેકના આઈપીઓ દ્વારા 4,50,29,207 શેરો માટે બોલિયો મંગાવવામાં આવી હતી. જ્યારે દરેક બોલિઓ 3,12,64,91,340 શેર માટે થઈ હતી. 

ગ્રે માર્કેટ પ્રીમિયમનું અનુમાન 
ટાટા ટેક આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત તેજી છે. તેનો સૌથી ઓછો જીએમપી 240 રૂપિયા રહ્યો અને સૌથી વધારે 414 રૂપિયા. લિસ્ટ થયા પહેલા સુધી ટાટા ટેકના શેરોની જીએમપી લગભગ 380 રૂપિયા ચાલી રહી હતી. બજારમાં તેજીનો ફાયદો પણ ટાટા ટેકના શેરોને મળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ