બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / tamannaah bhatia vijay varma marriage may be happen soon reports claim

મનોરંજન / જલ્દી જ થઈ શકે છે તમન્ના ભાટિયા અને વિજય વર્માના લગ્ન? માતા-પિતાની ઈચ્છા પૂર્ણ કરવા લીધો નિર્ણય, જલ્દી જ ગૂંજશે શરણાઈઓ

Manisha Jogi

Last Updated: 06:48 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. તમન્નાએ ભોલા શંકર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર'ના સોન્ગ પછી કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી.

  • તમન્ના-વિજય લગ્ન કરવાનું વિચારી રહ્યા છે
  • લગ્ન કરવા માટે તમન્ના પર તેના માતા-પિતાનું દબાણ
  • લગ્ન એક મોટી જવાબદારી: તમન્ના

 બોલીવુડ કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્મા કોઈપણ સંકોચ વગર એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરતા હોય છે. તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, લગ્ન કરવા માટે તમન્ના પર તેના માતા-પિતાનું દબાણ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમન્નાએ ભોલા શંકર અને રજનીકાંત સ્ટારર ફિલ્મ 'જેલર'ના સોન્ગ પછી કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી. 

થોડા સમય પહેલા તમન્નાએ જણાવ્યું હતું કે, લગ્ન એક મોટી જવાબદારી છે અને જ્યાકે તમે સંપૂર્ણ રીતે તૈયાર હોવ ત્યારે જ લગ્ન કરવા જોઈએ. લગ્ન કોઈ પાર્ટી નથી. ખૂબ જ મહેનત લાગે છે, જેમ છોડને ઉછેરીને મોટો કરવો. તમે જવાબદારી માટે તૈયાર હોવ ત્યારે લગ્ન કરી લેવા જોઈએ. બધા કરે છે, કે તો તમે પણ કરો એવું ના હોવું જોઈએ. તમન્નાએ 18 વર્ષ પહેલાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે તેણે વિચાર્યું હતું કે, તે ઇન્ડસ્ટ્રીમાં માત્ર 8થી 10 વર્ષ જ ટકી શકશે. 30 વર્ષ સુધીમાં લગ્ન અને 2 બાળકો હશે તેવું વિચાર્યું હતું, પરંતુ લાઈફ આખી અલગ જ છે. 

30 વર્ષે બાળકનું પ્લાનિંગ
તમન્નાએ જણાવ્યું હતું કે, ' મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગતું હતું કે, અભિનેત્રીનું કરિઅર માત્ર 8-10 વર્ષનું હોય છે. જેથી મેં વિચાર્યું કે 30 વર્ષની ઉંમર સુધીમાં હું કામ કરવાનું બંધ કરી દઈશ. લગ્ન કરી લઈશ  અને બે બાળકો હશે. મેં 30 વર્ષ પછીનું કોઈ પ્લાનિંગ કર્યું નહોતું. હું 30 વર્ષની થઈ, ત્યારે મને ખબર પડી કે હું હમણાં જ જન્મી છું, તે પુનર્જન્મ જેવું હતું. મને એકદમ નવા બાળક જેવું લાગતું હતું.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ