બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / taiwan bio lab worker bitten by infected mouse develops covid 19

કોરોના વાયરસ / તાઈવાનની લૅબમાંથી લિક થયો કોરોના? સામે આવ્યો એવો રિપોર્ટ કે જાણીને થઈ જશો સ્તબ્ધ

Dharmishtha

Last Updated: 07:59 AM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઉચ્ચ સુરક્ષા વાળી લેબમાં કામ કરનારી મહિલા સંક્રમિત થઈ છે. આ મહિલાના કામ કરવા દરમિયાન કોરોનાગ્રસ્ત ઉંદરે બચકુ ભર્યું હતું.

  • તાઈવાનની એક લેબમાં કામ કરનારી મહિલા સંક્રમિત થઈ હતી
  • આ મહિલાને કામ દરમિયાન કોરોનાગ્રસ્ત ઉંદરે બચકુ ભર્યું હતુ
  • મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી

એક લેબમાં કામ કરનારી મહિલા સંક્રમિત થઈ હતી

કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આને લઈને વૈજ્ઞાનિક જેટલા જવાબ શોધી રહ્યા છે તેટલો જ તે રહસ્યમયી થઈ રહ્યો છે. હવે તાઈવાનમાં એક મહિલાના કોરોના સંક્રમિત થવાને લઈને મોટો ખુલાસો થયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે એક ઉચ્ચ સુરક્ષા વાળી લેબમાં કામ કરનારી મહિલા સંક્રમિત થઈ છે. આ મહિલાના કામ કરવા દરમિયાન કોરોનાગ્રસ્ત ઉંદરે બચકુ ભર્યું હતું. 20 વર્ષની મહિલાનો કોરોના ટેસ્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો હતો. આ કેસ બાદ તાઈનાને એક મહિનામાં આ કોરોના સ્થાનીય ટ્રાન્સમિશનનો પહેલો મામલો પણ માન્યો છે.

મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી

જોકે સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આ વાતને કન્ફોર્મ નથી કરી શક્તા કે મહિલાને લેબમાં સંક્રમિત ઉંદરે બચકુ ભર્યુ હોવાથી કોરોના થયો. ખાસ વાત એ છે કે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.  તાઈવાનના રોગ નિયંત્રણ સંસ્થાનના પ્રમુખ ચેન શિંહ - ચુંગે ગુરુવારે મોડી રાતે મામલાનો ખુલાસો કરતા કહ્યું કે મહિલાના મુખ્ય શોધ સંસ્થાન એકેડેમિયા સિનિકાની અંદર સ્થિત બાયો લેબની કર્મચારી છે.

મહિલાને સંક્રમિત ઉંદરે બે વાર બચકુ ભર્યુ

ચેન શિહ ચુંગે કહ્યું કે આ મહિલાને નવેમ્બરના મહિનામાં સંક્રમિત ઉંદરે બે વાર બચકુ ભર્યુ હતુ. જેનાંથી આ મહિલાને કોરોના થયાની શક્યતા વયક્ત કરવામાં આવી રહી હતી. જો કે તમામ સ્વાસ્થ્ય અધિકારીઓએ એ વાતની ખરાઈ કરવાથી ઈન્કાર કરી દીધો છે અને આગળની તપાસ ચાલુ  છે. અધિકારીએ કહ્યું કે મહિલામાં કોરોનાના પહેલા લક્ષણ 23 નવેમ્બરે વિકસિત થયા. જ્યારે તેણે હળવી ખાંસીના સમાચાર આપ્યા. 6 ડિસેમ્બરે ખાંસી વધી ગઈ અને તેને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા મોકલવામાં આવ્યા. ટેસ્ટ માટે રિઝલ્ટ 9 ડિસેમ્બરે આવ્યું અને ખબર પડી કે આ મહિલા કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત હતી. 

...તો ચીનની વુહાન લેબની થ્યોરી સાચી હોવાની વાતને સપોર્ટ મળશે

તાઈવાનની મહિલા ઉંદરના બચકુ ભરવાથી સંક્રમિત થયાની વાત સામે આવતા કોરોનાની ઉત્પત્તિને લઈને અમેરિકાની લેબ લીક થ્યોરી ફરીથી ચર્ચામાં આવી છે. જો આ મહિલાના સંક્રમણની આ થ્યોરીની ખરાઈ થઈ જાય છે તો ફરી એક વાર ચીનની વૃહાન લેબમાંથી લીકની થ્યોરી પર ભાર મુકાશે. જો આમ થશે તો ફરી એકવાર ચીન અને અમેરિકાની વચ્ચે તણાવની સ્થિતિ અને અથડામણ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ