બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / T20 વર્લ્ડ કપની એક એવી ટીમ, જે છે બીજા દેશની, પણ લાગશે જાણે ભારતની ના હોય!

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડ કપની એક એવી ટીમ, જે છે બીજા દેશની, પણ લાગશે જાણે ભારતની ના હોય!

Published By: Jinal Chauhan

Last Updated: 12:17 PM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાની ટીમ ટી 20 વિશ્વ કપ 2026માં રમશે તો આ ટીમ કેનેડાની ઓછી અને ભારતની વધારે લાગશે કારણ કે 15માંથી 11 ખેલાડી તો ભારતીય મૂળના છે. જેમાંથી 6 ખેલાડીઓનો જન્મ તો ભારતમાં થયો છે.

T20 World Cup 2026માં જ્યારે કેનેડાની ટીમ મેદાન પર ઉતરશે તો તે કેનેડાની ઓછી અને ભારતની ટીમ વધારે લાગશે. આ વાત એટલા માટે કહેવાઈ રહી છે કારમ કે કેનેડાની ટીમમાં એક કે બે નહીં પણ 11 એવા પ્લેયર છે જે ભારતીય મૂળના છે. આનાથી પણ ચોંકાવનારી વાત તો એ છે કે કેપ્ટન સહિત કુલ 6 ખેલાડીઓનો જન્મ ભારતમાં થયો છે. બે ખેલાડી એવા છે જે પાકિસ્તાનમાં જન્મ્યા છે. આટલા જ ખેલાડી આ 15 મેમ્બરની ટીમમાં કેરેબિયન બોર્ન છે. બાકીના ખેલાડી ભલે કેનેડામાં જન્મ્યા હોય પણ તેમાંથી મોટાભાગના ખેલાડી પણ ભારતીય મૂળના છે.

ભારતીય મૂળના ખેલાડી

સૌથી પહેલા વાત કરીયે તો કેપ્ટન દિલપ્રીત સિંહ બાજવાની જે પંજાબના ગુરદાસપુરમાં જન્મયા છે. નવનીત સિંહ ધાલીવાલ પંજાબના ચંદીગઢમાં જનમ્યા છે. જસકરન સિંબ બુટ્ટરનો જન્મ પંજાબના મોહાલીમાં થયો છે જે ઈન્ડિયા એ માટે પણ રમે છે. શ્રેયસ મોવાનો જન્મ આંધ્ર પ્રદેશના ગુંતૂરમાં થયો છે જ્યારે ગુજરાતના વડોદરામાં અંશ પ્રદીપકુમાર પટેલનો જન્મ થયો છે. સાથે જ પાકિસ્તાનમાં સાદ બિન જફર અને કલીમ સાનાનો જન્મ થયો છે. વેસ્ટઈન્ડીઝના ગયાનામાં ડિલોન હિલિંગર અને બારબાડોસમાં નિકોલસ કિર્ટન જન્મ્યા છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, બેટર-વિકેટકીપરને મળી આ મોટી રાહત

ટીમમાં પાંચ ખેલાડી એવા છે જેમનો સંભિત રીતે જન્મ કેનેડામાં થયો છે પણ તમામ ભારતીય મૂળના ખેલાડી છે. જેમાં હર્ષ ઠાકર, કંવરપાલ તથગુર, યુવરાજસિંહ સામરા, રવિન્દ્ર પાલ સિંહ અને અજયવીર સિંહ હુંડનું નામ સામેલ છે. નામથી જ ખબર પડી જશે કે તેમનો સંબંધ પણ ભારત સાથે છે. ભલે તે કેનેડામાં જન્મ્યા હોય પણ તેમનો પરિવાર ભારતનો જ રહેવાસી છે.

આ રીતે કેનેડાની ટીમ ભારતની ટીમ વધારે લાગી રહી છે. કેનેડાની ટીમ ટી20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ ડીનો હિસ્સો છે. જેમાં તેમની સાથે સાઉથ આફ્રીકા, UAE, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે. પહેલી મેચ કેનેડાને 9મી ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકા સામે રમવાની છે જે ગત વર્લ્ડ કપની ફાઈનાલિસ્ટ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada cricket team Indian-origin players T20 World Cup 2026

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ