બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024: સાવધાન! અમેરિકાના આ 5 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે જોખમકારક, જાણો કારણ

સ્પોર્ટ્સ / T20 World Cup 2024: સાવધાન! અમેરિકાના આ 5 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે જોખમકારક, જાણો કારણ

Last Updated: 08:24 AM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024માં અમેરિકી ટીમ ભારતના જ ગ્રુપમાં છે. તે ગ્રુપમાં ભારત અને યુએસએ ઉપરાંત પાકિસ્તાન, આયરલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિની પણ છે. યુએસએને ભારતીય ટીમ બિલકુલ હળવાશમાં નહીં લે. આવો જાણીએ એવા 5 ખેલાડીઓ વિશે જેનાથી રોહિત બ્રિગેડને સાવધાન રહવું પડશે.

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતમાં હવે વધારે સમય નથી. આગામી ટી20 વર્લ્ડ કપ 1 જૂનથી લઈને 29 જૂન સુધી વેસ્ટઈન્ડીઝ અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં રમાશે. આગામી વર્લ્ડ કપમાં સહ-મેજબાન યુએસએ પર બધાની નજર રહેશે. યુએસએની ટીમ પણ શાનદાર ફોર્મમાં છે.

ટી20 વર્લ્ડ કપ 2024માં અમેરિકી ટીમ ભારતના જ ગ્રુપમાં છે. તે ગ્રુપમાં ભારત અને યુએસએ ઉપરાંત પાકિસ્તાન, આયરલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિની પણ છે. યુએસએને ભારતીય ટીમ બિલકુલ હળવાશમાં નહીં લે. આવો જાણીએ એવા 5 ખેલાડીઓ વિશે જેનાથી રોહિત બ્રિગેડને સાવધાન રહવું પડશે.

સૌરભ નેત્રવલકર

32 વર્ષના સૌરભ નેત્રવલકર ડાબા હાથના ફાસ્ટ બોલર છે અને તેમનો જન્મ 16 ઓક્ટોબર 1991એ મુંબઈમાં થયો હતો. સૌરભ નેત્રવલકર 2010ના અંડર-19 વિશ્વ કપમાં કેએલ રાહુલ, જયદેવ ઉનાદકટ અને મયંક અગ્રવાલ જેવા સ્ટાર ભારતીય ખેલાડીઓ સાથે રમી ચુક્યા છે. નેત્રવલકરે વર્ષ 2013માં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યો હતો. જોકે વધારે તક ન મળ્યા હાદ સૌરભે USAનો રૂખ કર્યો. નેત્રવલકરે 2019માં યુએસએ માટે ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો.

કોરી એન્ડરસન

કોરી એન્ડરસન એક સમયે ન્યૂઝીલેન્ડ ટીમના શાનદાર ઓલરાઉન્ડર્સમાંથી એક હતા. પરંતુ હવે તે અમેરીકન ટીમ માટે રમી રહ્યા છે. એન્ડરસને ગયા મહિને કેનેડાની સામે ટી20 મેચ દ્વારા યુએસએ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. એન્ડરસન એક સમયે વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ફાસ્ટ સેન્ચુરી મારનાર બેટ્સમેન હતા. 1 જાન્યુઆરી 2014એ એન્ડરસને વેસ્ટઈન્ડીઝના સામે 36 બોલમાં જ સેન્ચુરી મારી હતી.

હરમીત સિંહ

7 સપ્ટેમ્બર 1992એ મુંબઈમાં જન્મેલા હરમીત સિંહ લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર છે. હરમીતે યુએસએ માટે 6 ટી20 મેચ રમી છે. આ સમય દરમિયાન તેમણે 81 રન બનાવવાની સાથે સાથે 6 વિકેટ લીધી છે. પૂર્વ ભારતીય બેટ્સમેન દિલીપ સરદેસાઈએ જ્યારે પહેલી વખત તેમના એક્શનને જોયું તો તેમણે હરમીતની તુલના પોતાના સમકાલીન સ્પિન દિગ્ગજ બિશન બેદી સાથે કરી હતી. 19 વર્ષની ઉંમર સુધી હરમીતે બે અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

અલી ખાન

પાકિસ્તાનમાં પેદા થયેલા અલી ખાને અમેરિકાની તરફથી 15 વનડે અને 8 ટી20 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયે તેમણે ઓડીઆઈમાં 33 અને ટી20 ઈન્ટરનેશનલમાં 9 વિકેટ મેળવી હતી. 33 વર્ષના અલી ખાને વર્ષ 2019માં પાપુઆ ન્યૂ ગિનીના સામે વનડે મેચમાં ડેબ્યૂ કર્યું હતું. અલી ખાન 140kphની ગતિથી બોલિંગ કરે છે.

વધુ વાંચો: IPLમાંથી RCB બહાર થયા બાદ વિરાટ કોહલીની પહેલી પોસ્ટ, મેસેજ વાંચી ફેન્સ થયા ગદગદ

સ્ટીવન ટેલર

30 વર્ષના સ્ટીવન ટેલર બેસ્ટ ખેલાડીઓમાંથી એક છે. ટેલર લેફ્ટ હેન્ડેડ ઓપનિંગ બેટ્સમેન હોવાની સાથે સાથે લેફ્ટ હેન્ડ બોલર પણ છે. ટેલરે યુએસએ માટે 45 વનડે અને 24 ટી20 મેચ રમી છે. વનડે ઈન્ટરનેશનલમાં ટેલરે 1192 રન બનાવ્યા છે. તેની સાથે જ તેમણે 37 વિકેટ પણ લીધી છે. ત્યાં જ ટી20 ઈન્ટરનેશનલમાં ટેલરના નામ પર 742 રન અને 11 વિકેટ છે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2024 ટી20 વર્લ્ડ કપ 2024 India Vs USA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ