બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / symptoms of estrogen imbalance in females article

તમારા કામનું / વધતું વજન અને અનિયમિત પિરિયડ્સની સમસ્યાને ઈગ્નોર કરવાની ભૂલ ન કરશો, હોઈ શકે છે આ સમસ્યા

Manisha Jogi

Last Updated: 02:26 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોર્મોનલ અસંતુલન સર્જાવાને કારણે શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ હોર્મોન્સને કારણે મહિલાઓના આરોગ્ય પર અસર થાય છે.

  • હોર્મોન્સને કારણે શરીર યોગ્ય પ્રકારે કામ કરી શકે છે
  • હોર્મોનલ અસંતુલનથી મહિલાઓના આરોગ્ય પર અસર થાય
  • એસ્ટ્રોજન લેવલ વધી જાય તો તેના લક્ષણો દેખાવા લાગે છે

શરીરમાં રહેલ હોર્મોન્સને કારણે શરીર યોગ્ય પ્રકારે કામ કરી શકે છે. હોર્મોનલ અસંતુલન સર્જાવાને કારણે શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ હોર્મોન્સને કારણે મહિલાઓના આરોગ્ય પર અસર થાય છે. મહિલાઓનું માસિક, સેક્સ અને ફર્ટિલિટીનો સીધો સંબંધ હોર્મોન્સ સાથે હોય છે. એસ્ટ્રોજન એક સેક્સ હોર્મોન છે, જેના કારણે મહિલાઓની ફર્ટિલિટી પર અસર થાય છે. માસિક દરમિયાન, મેનોપોઝમાં તેના લેવલમાં ફેરફાર થાય છે. એસ્ટ્રોજન હોર્મોન લેવલ વધી ગયું હોય તો તેના લક્ષણો શરીરમાં સ્પષ્ટપણે જોવા મળે છે. એસ્ટ્રોજન હોર્મોન શું હોય છે અને તે વધે તો મહિલાઓના શરીરમાં શું લક્ષણો જોવા મળે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

એસ્ટ્રોજન હોર્મોન શું છે?
એસ્ટ્રોજન હોર્મોન મહિલાઓના શરીરમાં રહેલ એક સેક્સ હોર્મોન છે. આ હોર્મોન પુરુષોમાં પણ હોય છે અને તેના અલગ અલગ ફંક્શન્સ હોય છે. મોટાભાગની મહિલાઓને એવું લાગે છે કે, એસ્ટ્રોજન હોર્મોન એક સેક્સ હોર્મોન છે, જેની સીધી અસર ફર્ટાઈલ હેલ્થ પર થાય છે. તમને જણાવી દઈએ કે, આ પ્રકારે બિલ્કુલ પણ નથી. પીરિયડ્સ, રિપ્રોડક્ટીવ હેલ્થની સાથે સાથે એસ્ટ્રોજનના વધ ઘટની અસર હાડકાં, હાર્ટ, પેલ્વિક મસલ્સ, બ્રેસ્ટ, યૂરિનરી ટ્રેક્ટ અને બ્રેઈન પર પણ થાય છે. એસ્ટ્રોજન લેવલ વધ ઘટ થાય તો તેની અસર શરીરના અનેક ફંક્શન પર અસર થાય છે. મહિલાઓ અંડાશયમાં સૌથી વધુ એસ્ટ્રોજન હોર્મોનનું નિર્માણ થાય છે. એડ્રેનલ ગ્લેન્ડસ અને ફેટ સેલ્સ પણ ઓછી માત્રામાં આ હોર્મોનનું નિર્માણ કરે છે. 

એસ્ટ્રોજન હોર્મોન વધવાના સંકેત

  • માસિક દરમિયાન લોહીના ગઠ્ઠા આવવા
  • વધુ દુખાવો થવો
  • માસિક અનિયમિત આવવું
  • મૂડ સ્વિંગ્સ
  • વજન વધવું
  •  સેક્સ ડ્રાઈવમાં ઘટાડો
  • માથાનો દુખાવો
  • એક્ને
  • સૂવામાં તકલીફ
  • ફોક્સ ના કરી શકવું
  • વજાઈના વધુ ડ્રાઈ થવી

એસ્ટ્રોજન અસંતુલનનું કારણ
મહિલાઓમાં એસ્ટ્રોજનનું સંતુલન જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. એસ્ટ્રોજન વધી જાય તો તેના કારણે અનેક મુશ્કેલી આવી શકે છે. એસ્ટ્રોજન વધી જાય તો મહિલાઓના આરોગ્ય પર અસર થઈ શકે છે. ઓવેલ્યૂએશન, માસિક, મેનોપોઝ અને માસિકની શરૂઆતમાં તેના લેવલમાં ખૂબ જ અંતર હોય છે. જેના કારણે મહિલાઓના બ્રેસ્ટ અને યૂટ્રસમાં પણ સિસ્ટ બની જાય છે. ડાયટ યોગ્ય ના લેવી, વજનમાં ફેરફાર, વધુ માત્રામાં કેફીન ડ્રિંક્સનું સેવન, તણાવ, અનિંદ્રાને કારણે પણ એસ્ટ્રોજન હોર્મોનના લેવલ પર અસર થઈ શકે છે.  

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ