બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Swara Bhaskar danced with husband in salwar suit video of pre-wedding rituals went viral

લગ્નની ઘડીઓ / સલવાર સૂટમાં પતિ સાથે સ્વરા ભાસ્કરે કર્યો ડાન્સ, પ્રિ વેડિંગ રિચ્યૂઅલ્સનો વીડિયો વાયરલ

Vikram Mehta

Last Updated: 11:28 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કપલના લગ્નની શરૂઆત મહેંદી સેરેમની સાથે થશે. ત્યારબાદ સંગીત સેરેમની પણ યોજાશે. સંગીત સેરેમની દરમિયાન કર્ણાટક સંગીત અને કવ્વાલીનો કાર્યક્રમ યોજાશે. લગ્ન બાદ આ કપલ ખાસ મહેમાનો માટે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ માટે 16 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

  • સ્વરા ભાસ્કરે વર્ષ 2023ની શરુઆતમાં લગ્ન કરી બધાને ચોંકાવી દીધા. 
  • દિલ્હીમાં આ કપલ રીત-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે.
  • સ્વરાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એક ગેસ્ટ સાથે ડાન્સ કરતી જોવા મળી.

Swara Bhaskar Marriage Video: બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે વર્ષ 2023ની શરુઆતમાં લગ્ન કરી બધાને ચોંકાવી દિધા છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે કાયદાકીય રીતે લગ્ન કરી લીધા હતા અને હવે બંને રીતિ-રિવાજ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મહેમાનો આવવાના શરૂ થઈ ગયા છે અને ઉત્સાહનો માહોલ છે. પ્રિ વેડિંગ રિચ્યૂઅલ્સ દરમિયાન વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્વરા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને ઢોલ પર ડાન્સ કરી રહી છે. 

સ્વરા ભાસ્કરની શીર કોરમાના ડાયરેક્ટર ફરાજ આરિફ અંસારીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જે સ્વરાના ઘરનો છે.  બધી બાજુ ઉત્સાહનો માહોલ છે અને ઢોલ વાગી રહ્યો છે. સ્વરા પણ લીલા ચણીયાચોળીમાં બેઠી છે અને ઢોલના તાલ પર ડાન્સ કરીતી જોવા મળે છે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને દિલ્હીમાં આ કપલ રીત-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે.

સ્વરા ખૂબ જ  ખુશ છે

વિડીયો શેર કરતા ફરાજ આરીફે કેપ્શનમાં લખ્યું - @ReallySwara & @FahadZirarAhmad ના લગ્નનો જશ્ન  શરૂ થઈ ગયો છે અને #SwaadAnusaar તેનું ઓફિશિયલ વેડિંગ હેશટેગ છે.  આ દરમિયાન ફહાદ પણ ત્યાં છે અને તે તેના મિત્રો સાથે આનંદ કરી રહ્યો છે. ઘરમાં બે ઢોલવાળા છે જેઓ સતત ઢોલ વગાડી રહ્યા છે અને લગ્નના ખાસ અવસર પર માહોલ બનાવી રહ્યા છે.  સ્વરાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે એક ગેસ્ટ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

મહેંદી સેરેમનીથી થશે શરૂઆત 

સ્વરા અને ફહદના લગ્નની વાત કરીએ તો આ કપલના લગ્નની શરૂઆત મહેંદી સેરેમની સાથે થશે. ત્યારબાદ સંગીત સેરેમની પણ યોજાશે.  સંગીત સેરેમની દરમિયાન કર્ણાટક સંગીત અને કવ્વાલીનો કાર્યક્રમ યોજાશે. લગ્ન બાદ આ કપલ ખાસ મહેમાનો માટે દિલ્હીમાં વેડિંગ રિસેપ્શનની પણ તૈયારી કરી રહ્યું છે. આ માટે 16 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર કોમેડી-ડ્રામા ફિલ્મ જહાં ચાર યારમાં જોવા મળશે. આ સિવાય તે મિસિસ ફલાની ફિલ્મમાં પણ જોવા મળશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Swara Bhaskar Swara Bhaskar video Swara Bhaskar wedding celebs wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ