બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / swami prasad maurya on bageshwar dham

પ્રહાર / બાગેશ્વર ધામ વિવાદમાં સપા નેતા સ્વામી પ્રસાદે ઘી હોમ્યું, કહ્યું આતંકવાદી, ઢોંગી અને પાંખડી છે આવા..

Vaidehi

Last Updated: 07:55 PM, 28 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીનાં નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ખાનગી ચેનલ સાથેનાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રી પર નિશાન સાધ્યું હતું.

  • સપા નેતા મૌર્યે બાગેશ્વર ધામનાં બાબા પર સાધ્યું નિશાન
  • કહ્યું 'તે આતંકવાદી છે, દેશનાં દુશ્મન છે'
  • 'હિન્દૂ ધર્મ ખતરામાં છે' વાત પર પણ આપ્યો જવાબ

સમાજવાદી પાર્ટીનાં નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ખાનગી ચેનલ સાથેનાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર નિશાન સાધતાં કહ્યું કે આવા લોકો દેશનાં દુશ્મન છે.

'તે આતંકવાદી છે, દેશનાં દુશ્મન છે'
સપા નેતા મૌર્યને પૂછવામાં આવ્યું કે બાગેશ્વર ધામનાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દેશને હિન્દૂ રાષ્ટ્ર બનાવવાનાં આહ્વામ પર તેમનું શું કહેવું છે તેના પર મૌર્યએ કહ્યું કે 'આવા લોકો દેશનાં દુશ્મન છે જે બંધારણના વિરોધમાં નિવેદન આપે છે તે આતંકવાદી છે, દેશનાં દુશ્મન છે, ઢોંગી છે અને પાખંડી છે. તે દેશનાં રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી નથી તેથી તેમના નિવેદનનું કોઈ મહત્વ નથી.'

ધીરેન્દ્ર શાસ્ત્રીનાં 'હિન્દૂ ધર્મ ખતરામાં છે' વાળો પ્રશ્ન પૂછાયો
પ્રશ્ન- 'ધીરેન્દ્ર શાસ્ત્રીએ એ પણ કહ્યું છે કે જે હિન્દૂ ધર્મ છે તે જોખમમાં છે, ત્યાં મૌલાના લોકો કહી રહ્યાં છે કે અમને ડરાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તેને તમે જોઈ રહ્યાં છો? શું આ ચૂંટણી સાથે જોડાયેલ છે ?  શા માટે હિન્દૂ ધર્મ હવે ખતરામાં દેખાઈ રહ્યો છે.. એક હિન્દૂવાદી પાર્ટી છે દેશમાં, પ્રધાનમંત્રી છે, રાષ્ટ્રપતિ છે, બધું જ તો છે..'

નેતાઓ એ તમામ ધર્માચાર્યોને આત્મસમર્પણ કરી દેવું જોઈએ- મૌર્ય
ત્યારે જવાબમાં સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું કે 'જો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, ગૃહમંત્રી અમિત શાહજી, મુખ્યમંત્રી યોગીજી, તમામ પ્રદેશમાં મુખ્યમંત્રી ભાજપનાં, આ સૌના હોવા છતાં જો હિન્દૂ ધર્મ ખતરામાં છે તો અમે તો કહીએ છીએ કે સરકારનાં માનનીય પ્રધાનમંત્રીજી અને તમામ મુખ્યમંત્રીએ પોતાના પદોનો ત્યાગ કરીને બાબાને પોતાના તમામ અધિકારો આપી દેવા જોઈએ...જો તે ધર્મનાં ઠેકેદાર છે, તે જ બધું બરાબર કરશે તો શંકરાચાર્યને પોતાની ખુરશી છોડી દેવી જોઈએ, તમામ ધર્માચાર્યોને આત્મસમર્પણ કરી દેવું જોઈએ. સૌએ જે નવા બાબા ઉદય થયાં છે તથાકથિત બાબા, તેમની શરણમાં જવું જોઈએ, તેથી જ મોટી મોટી વાતો કરવાનું છોડીને તેઓ ધરતી પર આવ્યાં છે અને સાથે જ દેશને અંધારામાં લઈ જવાનાં પ્રયાસો ન કરે અને બંધારણ વિરોધી વાતો પણ ન કરે.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ