દક્ષિણ પશ્વિમી જર્મનીમાં હાલ અલ્મેનિક કાર્નિવલ ઊજવવામાં આવી રહ્યો છે. આ કાર્નિવલ દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા ગુરુવારે શરૂ થઇને માર્ચના પહેલા બુધવાર સુધી ચાલે છે. આ કાર્નિવલના ખાસ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
આમ તો જર્મનીમાં તહેવાર અને પાર્ટીની સિઝન નવેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થાય છે. પરંતુ હાલ અહીંયા સમગ્ર દક્ષિણ પશ્વિમી જર્મનીમાં પરેડની સાથે અલ્મેનિક કાર્નિવલ ઊજવવામાં આવી રહ્યો છે. આ પરેડનો સૌથી ખાસ દિવસ સોમવારે હોય છે. સોમવારે પરેડને રોજ મંડે, હાઇલાઇટના નામથી ઓળખવામાં આવે છે.
આ કાર્નિવલ હેઠળ મુંડેરકિંગમાં કાર્નિવલ પરેડને ટ્રેડિશનલ રૂપથી યુવા પ્રતિભાગી મુખ્ય ચોક પર ફાઉન્ટેન સુધી લઇ જાય છે, ત્યારબાદ એમને આસપાસની કોઇ પણ છોકરીને કિસ કરવાની આઝાદી હોય છે.
છોકરીને કિસ કરતા પહેલા પ્રતિસ્પર્ધીને ફાઉન્ટેનમાં છલાંગ મારવાની હોય છે. તમે જોઇ શકો છો કે લોકો કેવી રીતે છોકરીઓને કિસ કરતા જોવા મળી રહ્યા છે. જો કે કેટલાક પુરુષ એમની ઉંમરની છોકરીઓને જ કિસ કરવાનું પસંદ કરે છે.
તમને જણાવી દઇએ કે જર્મનીમાં આ કાર્નિવલ ખાસ કરીને રોજેનમોંટાકની આસપાસ ઊજવવામાં આવે છે. આ પીરિયડને ફિફ્થ સીઝન પણ કહેવામાં આવે છે. સમગ્ર જર્મનીમાં આ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, પરંતુ આમા સૌથી વધારે ફેમસ કોલોન કાર્નિવલ છે.
28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ કાર્નિવલને પશ્વિમ જર્મનીમાં મહિલા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્વિમ જર્મનીમાં આ કાર્નિવલની પૌરાણિક કથાઓ પ્રમાણે, ધોબી મહિલાઓ દ્વારા 1824ના એક વિદ્રોહીની યાદમાં, મહિલાઓ શહેરના હૃલમાં ઘૂસી જાય છે, પુરુષોની ટાઇઓ કાપી નાંખે છે અને એમને રસ્તાથી પસાર થનાર કોઇ પણ વ્યક્તિની કિસ લેવાની અનુમતિ હોય છે.
તો બીજી બાજુ દક્ષિણ પશ્વિમ જર્મનીમાં એને 'સ્વાબિયન અલ્મેનિક' કાર્નિવલના નામથી ઓળખવામાં આવે છે, સ્વાબિયા એટલે કે જર્મની. દક્ષિણ પશ્વિમ જર્મનીમાં આ કાર્નિવલની પૌરાણિક કથાઓ પ્રમાણે આ સમય વર્ષના એ સમયનું પ્રતિનિધિત્વ કરે છે.