બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Sutak period will start 12 hours before solar eclipse, do not do this by mistake.

સૂર્યગ્રહણ / સૂર્ય ગ્રહણના 12 કલાક પહેલા જ શરૂ થઈ જશે સૂતક કાળ, ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Published By: Dhruv

Last Updated: 03:27 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4.30 વાગ્યે શરુ થશે અને સાંજે 6.09 વાગ્યે સમાપ્ત થશે. સૂર્યગ્રહણ શરુ થવાના 12 કલાક પહેલા સુતકનો સમયગાળો શરુ થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોમ્બરે થવા જઈ રહ્યું છે
  • દેશભરમાં દિવાળીની ઉજવણી કરાઈ રહી છે
  • આજ રાતથી શરુ થશે સૂતક
  • 2022નું આ પહેલું સૂર્યગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે

 વર્ષ 2022 નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોમ્બરે થવા જઈ રહ્યું છે. આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી  રહી છે અને આજ રાતથી જ સૂર્યગ્રહણનું સૂતક શરુ થશે. આ સૂર્યગ્રહણથી ધણી રીતે વિશેષ છે. સૂર્યમંડળની આ ખૂબ જ ખાસ ઘટના વિશે વાત કરીએ તો 2022 નું આ પહેલું સૂર્યગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે.

અદભુત અવકાશી ઘટના
શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કંઈપણ ખાવાથી નકારાત્મક અસર થાય છે. આવી પરિસ્થિતિમાં આ સમય દરમિયાન રાંધેલો ખોરાક ખાવાની મનાઈ છે. આ દરમિયાન કાપવા અને છોલવાનું કામ પણ વર્જિત માનવામાં આવે છે. આ સમયે નખ કાપવા, કાંસકો લગાવવો પણ શુભ માનવામાં આવતો નથી. બીજી તરફ એક વાતનું પણ ધ્યાન રાખવું કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. તેથી ગ્રહણ દરમિયાન કોઈપણ નવું કે શુભ કાર્ય શરુ ન કરવું જોઈએ. સુતક લગાવતા પહેલા પીવાના પાણીમાં લાવેલા તુલસીના પાન અને ઘરમાં બનાવેલ ખાધ પદાર્થો રાખવા જોઈએ.

સગર્ભા સ્ત્રીઓએ ધ્યાન આપવું જોઈએ
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન આવવું જોઈએ. ન તો આ સમયગાળા દરમિયાન છરી, કાતર અથવા કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે, સોયમાં દોરો નાંખવાની મનાઈ છે. કારણ કે એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ કરવાથી બાળક પર ખરાબ અસર પડે છે.

 ગ્રહણ દરમિયાન મુસાફરી કરવાનું ટાળો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ. આ સિવાય ગ્રહણ દરમ્યાન કોઈ પણ યાત્રા કરવાનું ટાળવું જોઈએ. તમને જણાવી દઈએ કે અગાઉ 30 એપ્રિલે સૂર્યગ્રહણ થયું હતું. જે ભારતમાં દેખાતું ન હતું.

સંકળાયેલા મુદ્દાઓ

India last solar eclipse solar eclipse 2022 solar eclipse 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ