બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / sushmita sen trolled for her latest post related to constitutional post on politics

મનોરંજન / 'નફરતની રાજનીતિ...', રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સુષ્મિતા સેને એવી શું પોસ્ટ કરી કે ગરમાયું રાજકારણ

Manisha Jogi

Last Updated: 12:52 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુષ્મિતા સેનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ફેન્સ સામે વિચાર રજૂ કરે છે, પરંતુ આ વખતે સુષ્મિતા સેનને ખૂબ જ ભારે પડી ગયું છે.

  • સુષ્મિતા સેનની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
  • યૂઝર્સે અભિનેત્રીને કરી ટ્રોલ
  • ‘રાજનીતિ’ અંગે સુષ્મિતા સેનનું નિવેદન

સુષ્મિતા સેનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુષ્મિતા સેને રાજનીતિ બાબતે એક એવી વાત કહી દીધી છે, જેના કારણે લોકો તેને ખરી ખોટી કહી શક્યા છે. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ફેન્સ સામે વિચાર રજૂ કરે છે, પરંતુ આ વખતે સુષ્મિતા સેનને ખૂબ જ ભારે પડી ગયું છે. 

‘રાજનીતિ’ અંગે સુષ્મિતા સેનનું નિવેદન
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે લોકોમાં ખૂબ જ હર્ષોલ્લાસનો માહોલ હતો. બીજી તરફ સુષ્મિતા સેન ‘રાજનીતિ’ અંગે પોસ્ટ શેર કરી છે, જેના કારણે ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘ભારતના સંવિધાન’ સાથે જોડાયેલ એક પોસ્ટ રિશેર કરી છે. ફિલ્મમેકર અતુલ મોન્ગિયાએ આ પોસ્ટ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભારત, હું મારા દેશને પ્રેમ કરું છું. નફરતની રાજનીતિ આ પ્રેમને નહીં બદલી શકે.’ સુષ્મિતા સેને અતુલ મોન્ગિયાની આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘મધરલેન્ડ’, જેની સાથે હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Atul Mongia (@atulmongia)

સુષ્મિતા સેન ટ્રોલ
સુષ્મિતા સેને આ પોસ્ટ શેર કરતા ફેન્સને લાગી રહ્યું છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાબતે આ પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે સુષ્મિતા સેનને ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે કે, ‘હું સુષ્મિતાની રિસ્પેક્ટ કરતી નથી. જે લોકો પોતાની સભ્યતા સાથે ઊભા ના રહી શકે, તે ફોલો કરવાને લાયક નથી.’, ‘સુષ્મિતા સેન Ph.d લેવલ પર આ પ્રકારે વિચારે તે મૂર્ખતા છે. તેમનામાં એટલી નફરત છે કે, લોકોની ફીલિંગ્સ સમજતા નથી.’, ‘500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું છે. સુષ્મિતા સેન માટે આ ‘નફરતની રાજનીતિ’ છે. તેમના મગજ પર ઉદારવાદ એટલો હાવી થઈ ગયો છે કે, ધર્મના હિંદુ પ્રતિક પર મુગલોની બર્બરતાનો ઈતિહાસ ભૂલી જાય છે.’

વધુ વાંચો: 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર રિલીઝ: થિયેટરમાં અક્ષય-ટાઇગરની જોડી મચાવશે ધમાલ, ફિલ્મ ક્યારે આવશે

સુષ્મિતા સેન વર્કફ્રંટ
સુષ્મિતા સેને છેલ્લે સીરિઝ ‘તાલી’માં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતનું પાત્ર ભજવ્યું હતું. ફેન્સને સુષ્મિતા સેનનું આ પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું અને ડાયલોગની સરાહના કરવામાં આવી હતી. થોડા સમય પછી સીરિઝ ‘આર્યા 3’માં જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ