બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sushant Singh Rajput's 50 Dreams Fulfilled Only 13 Before Dying, These 37 Wishes Remain Unfulfilled

બૉલીવુડ / Sushant Singh Rajputના 50 ડ્રીમ્સ, મૃત્યુ પહેલા માત્ર 13 સપના પૂરા કરી શક્યો, આ 37 ઈચ્છાઓ રહી ગઈ અધૂરી

Megha

Last Updated: 12:16 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત એ  તેના 50 સપના પૂરા કરવા માટે 'બકેટ લિસ્ટ' તૈયાર કરી હતી. સુશાંત સિંહ રાજપૂત તેની માત્ર 13 ઈચ્છાઓ પૂરી કરી શક્યો હતો. તેના હજુ 37 સપના પૂરા કરવાના હતા.

  • સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 14 જૂન 2023ના રોજ 3 વર્ષ પૂર્ણ થયા
  • સુશાંત સિંહ રાજપૂતે 50 સપના પૂરા કરવા માટે 'બકેટ લિસ્ટ' તૈયાર કરી હતી
  • સુશાંત માત્ર 13 સપના પૂરા કરી શક્યો, બાકીના 37 અધૂરા રહ્યા

14 જૂન 2020 ના રોજ જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર આવ્યા, ત્યારે બધા ચોંકી ગયા. સુશાંત મૃત્યુ પામ્યો છે એ વાત પર કોઈને વિશ્વાસ ન હતો. સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કહેવાય છે કે અભિનેતાએ આત્મહત્યા કરી લીધી છે. પરંતુ સુશાંતના પરિવાર અને ચાહકોએ દાવો કર્યો હતો કે અભિનેતાએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. 

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 14 જૂન 2023ના રોજ 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્રીજી વર્ષગાંઠ આવી ગઈ પણ હજુ ન્યાય મળ્યો નથી. સુશાંતનો પરિવાર અને ચાહકો હજુ પણ અભિનેતા માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. કોઈનું દિલ માનવા તૈયાર નથી કે સુશાંત  બુદ્ધિશાળી વ્યક્તિ આવું પગલું ભરી શકે છે. એક સમયે સુશાંત એ  તેના 50 સપના પૂરા કરવા માટે 'બકેટ લિસ્ટ' તૈયાર કરી હતી. સુશાંત સિંહ રાજપૂત તેની માત્ર 13 ઈચ્છાઓ પૂરી કરી શક્યો હતો. તેના હજુ 37 સપના પૂરા કરવાના હતા.

સુશાંત સિંહ રાજપૂતના ચાહકો અને પરિવારના સભ્યો એ દ્રશ્ય હજુ પણ ભૂલી શક્યા નથી જ્યારે 14 જૂન 2020ની બપોરે સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુથી ચાહકો હજુ પણ આઘાતમાં છે. સુશાંતના જવાથી તેના ઘણા સપના અને આકાંક્ષાઓ અધૂરી રહી ગઈ. અભિનેતાના મૃત્યુથી તેના સપના અધૂરા રહી ગયા. સુશાંત માત્ર 13 સપના પૂરા કરી શક્યો, બાકીના 37 અધૂરા રહ્યા. અભિનેતાએ એકવાર તે સપના શું હતા તેની યાદી શેર કરી હતી, જેનું નામ હતું 50 ડ્રીમ્સ.

સુશાંત સિંહના સપનાની આ યાદી 
સુશાંત પ્લેન ઉડતા શીખવા માંગતો હતો. તે ડાબા હાથના બેટ્સમેન તરીકે ક્રિકેટ રમવા માંગતો હતો. તે ટેનિસ રમવા અને મોર્સ કોડ શીખવા માંગતો હતો. સુશાંતના સપનામાં ચેમ્પિયન સાથે પોકર રમવું, વૈદિક જ્યોતિષશાસ્ત્ર સમજવું, ડિઝનીલેન્ડ જવું, જંગલમાં એક અઠવાડિયું વિતાવવું, 6 મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવું, નાસા વર્કશોપ, CERN એટલે કે યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચમાં જોડાવું, એક પુસ્તક લખવું, 10 ડાન્સ ફૉર્મ શીખવા, મફત શિક્ષણ માટે કામ કરવું અને તેને પ્રોત્સાહન આપવું, ક્રિયા યોગ શીખવું, લેગોમાં જવું, ઘોડેસવારી કરવી, એન્ટાર્કટિકા જવું અને મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટે ટ્રેનિંગ આપવી.

સુશાંતે એકવાર ઈન્સ્ટાગ્રામ પર તેની ડ્રીમ લિસ્ટ શેર કરી હતી પણ બાદમાં તેને ડિલીટ કરી દીધી હતી. જોકે સુશાંત સિંહ રાજપૂતે કેટલાક સપના ચોક્કસ પૂરા કર્યા હતા, જેની તસવીરો અને વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ