બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / suryakumar yadav become 2nd indian player to score 1000 plus runs

IND vs WI / T20માં સૂર્યકુમાર યાદવે સર્જ્યો ઇતિહાસ: બન્યો આવું કરનાર પ્રથમ ભારતીય

Arohi

Last Updated: 06:04 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Suryakumar Yadav In T20: સૂર્યકુમાર યાદવે ટી20 ફોર્મેટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે આમ કરનાર તે બીજા ભારતીય ખેલાડી બન્યા છે.

  • T20માં સૂર્યકુમાર યાદવે સર્જ્યો ઇતિહાસ
  • સૂર્યકુમાર યાદવે બનાવ્યો ખાસ રેકોર્ડ 
  • આવું કરનાર પ્રથમ ભારતીય

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વેસ્ટઈન્ડિધના સામે રમાયેલી પાંચ મેચોની ટી20 સીરીઝમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે સીરિઝના નિર્ણાયક મુકાબલામાં 61 રનોની ઈનિંગ રમી. જોકે તેમની ઈનિંગ ભારતને જીક ન અપાવી શકી. પરંતુ સૂર્યાએ આ વર્ષે એક વખત ફરી ટી20માં 1000 રનોનો આંકડો પાર કરી લીધો છે. ગયા વર્ષે પણ સૂર્યાએ આ કામ કર્યું હતું. 

સૂર્યા ટી20માં બે વર્ષમાં સતત 1000 રનોનો આંકડો પાર કરનાર બીજા ભારતીય ખેલાડી બન્યા. તેના પહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 2019 અને 2020માં સતત ટી20 માં 1000થી વધારે રન બનાવ્યા હતા. હવે સૂર્યા આ રેકોર્ડ બનાવનાર બીજા ખેલાડી થઈ ગયા છે. સૂર્યાએ 2022 અને 2023માં સતત બે વર્ષ ટી20માં 1000થી વધારે રન બનાવ્યા છે.  

વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ટી20માં સારૂ પ્રદર્શન 
વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ટી20 સીરિઝમાં ટી20 ઈન્ટરનેશનલના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 5 મેચોની 4 ઈનિંગમાં 41.50ની સરેરાશ અને 146.90ના સ્ટ્રાઈક રેટથી 166 રન બનાવ્યા. અને બે હાફ સેન્ચુરી મારી. ત્યાં જ તેમણે સીરિઝમાં 16 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા. જોકે આ પહેલા રમાયેલી વનડે સીરિઝમાં સૂર્યા ફ્લોપ રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ