બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / બિયોન્ડ વીડિયોઝ / suryakumar yadav angry at arshdeep singh in team bus after 3rd t20i vs south africa video goes viral
Last Updated: 02:10 PM, 16 December 2023
ADVERTISEMENT
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ત્રણ મેચની ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે 56 બોલમાં 100 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ સ્ટેડિયમથી હોટલ પરત ફરી રહી હતી તે સમયે બસમાં અજીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. સૂર્યકુમાર યાદવ બસમાં અર્શદીપ સિંહ પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવે 14 ડિસેમ્બરના રોજ જોહાન્સબર્ગના ન્યૂ વાંડરર્સ સ્ટેડિયમમાં T20 સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકા સામે T20 ફોર્મેટમાં ચોથી સદી ફટકારી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4 સદી ફટકારનાર પહેલા બેટ્સમેન બની ગયા છે. આ મામલે રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલની બરાબરી કરી લીધી છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર મેચ પછીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમ બસમાં હોટલ પરત ફરી રહી હતી તે સમયે બસમાં T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ વચ્ચે હેરાન કરી દેતી ઘટના સામે આવી છે.
Arshdeep: driver bhaiya bus ekdum slow chalana jaise Captain SKY ne World Cup final mein khela tha
— Itsme (@itsme_urstruly) December 16, 2023
Suryakumar Yadav: pic.twitter.com/V3nQDAYbop
ADVERTISEMENT
આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, સૂર્યકુમાર યાદવ સીથી ખેલાડી અર્શદીપ સિંહ પર આંગળી ઉઠાવીને ગંભીર વાતચીત કરી રહ્યા છે. કદાચ સૂર્યકુમાર કોઈ વાતે ગુસ્સે હોય, પરંતુ કોઈ મજાક હોય તેવું પણ બની શકે છે.
ADVERTISEMENT
વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે, સૂર્યકુમાર યાદવ અર્શદીપ સિંહ પર ગુસ્સો કરી રહ્યા છે. પરંતુ તમામ લોકોને ખબર છે કે, ભારતીય ટીમમાં મસ્તી મજાકનો માહોલ રહે છે. ટીમના કેપ્ટનનું હંમેશા માનવું છે કે, કોઈ ખેલાડીએ મેદાન પર ભૂલ કરી હોય તે માટે મેદાનની બહાર વઢી ના શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.