બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Surya shani yuti 2024 sun and saturn will come together in aquarius luck of these 4 zodiac signs
Arohi
Last Updated: 01:16 PM, 12 February 2024
ADVERTISEMENT
હિંદૂ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય દેવ અને શનિદેવની વચ્ચે પિતા અને પૂત્રનો સંબંધ જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ માન્યતા છે કે પિતા-પુત્રનો સંબંધ હંમેશા શત્રુ પૂર્ણ રહે છે. હિંદૂ પંચાંગ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય અને શનિદેવની સ્થિતિમાં ફેરફાર થશે. કુંભ રાશિમાં શનિદેવ અને સૂર્યદેવની યુતિ નિર્મિત થઈ રહી છે.
ADVERTISEMENT
13 ફેબ્રુઆરીથી ફરી સૂર્ય-શનિ એક સાથે કુંભ રાશિમાં રહેશે. તેના બાદ 15 માર્ચે સૂર્ય મીન રાશિમાં આવી જશે જેનાથી 14 એપ્રિલ સુધી ફરીથી સૂર્ય-શનિનો અશુભ દ્વિર્દ્વાદશ યોગ રહેશે. એટલે કે 14 એપ્રિલ સુધી સતત સૂર્ય-શનિના સંયોગથી પ્રાકૃતિક અફત આવવાનો ખતરો બની રહેશે.
ઘણા લોકો માનસિક અને શારીરિક રીતે પરેશાન રહેશે સાથે જ સ્વાસ્થ્ય સંબંધિ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે. શનિ-સૂર્ય અશુભ યોગ બનવાથી રાજનૈતિક રીતે જોતા સમય અનુકુળ નહીં રહે. મોટા ફેરફાર અને વિવાદની આશંકા છે. જાણો તેની તમારી રાશિ પર શું અસર થશે.
મેષ
આ યુતિના કારણે મેષ રાશિના જાતકોને રાજયોગ સમાન ફળ પ્રાપ્ત થશે. આ સમયે તમારે ભાઈ અને મિત્રો પાસેથી મદદ પ્રાપ્ત થશે. આ સમયે તમને પોતાનું કામ શરૂ કરવાની તક મળશે. તલ, લોખંડ અને ખનન સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે.
વૃષભ
આ યુતિના કારણે તમને રાજયોગનું ફળ પ્રાપ્ત થશે. આ સમયે તમને પોતાના કાર્ય સ્થળ પર સન્માનિત કરવામાં આવશે. ઘણા સમયથી તમારૂ અટકેલુ કોઈ કામ પુરૂ થવાની તમને ખુશી મળશે.
મિથુન
આ યુતિના કારણે તમને પોતાના ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આ સમયે તમને નાના નાના કામના સિલસિલામાં કરેલી યાત્રાનો લાભ જોવા મળશે. તમારા પરિવારમાં કોઈ મંગળ કાર્યનું પણ આયોજન થશે. સૂર્ય શનિના કારણે તમને ધાર્મિત યાત્રા કરવાનું સૌભાગ્ય મળશે.
કર્ક
આ યુતિથી કર્ક રાશિના જાતકોને ઈજા પહોંચી શકે છે. તમને વાહન સાવધાનીથી ચલાવવાનું રહેશે. આ સમયે તમને સલાહ આપવામાં આવી રહી છે કે તમે પોતાની વાણીને મધુર બનાવી રાખો. જે જાતક વ્યાપાર કરે છે તેમને ધનના લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે.
સિંહ
આ યુતિથી તમને વૈવાહિક જીવનમાં થોડો સ્ટ્રેસ જોવા મળી શકે છે. આ સમયે તમારામાં અહંકાર અને ઘમંડની પ્રવૃતિ જોવા મળી શકે છે. આ સમયે તમને પોતાના સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ રીતે ધ્યાન રાખવું જોઈએ જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો હાલ તેને ટાળી દેવું જ યોગ્ય રહેશે.
કન્યા
આ સમયે તમારે કોઈ મોટી નોકરીનો પ્રસ્તાવ પણ આવી શકે છે. બન્ને ગ્રહોના પ્રભાવથી તમારા શત્રુઓનો નાશ થશે. આ સમયે તમને સરકારથી લાભ પ્રાપ્ત થશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળી શકે છે.
તુલા
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા જાતકોને સફળતાનો સ્વાગ ચાખવા મળી શકે છે. ત્યાં જ શેર માર્કેટ સાથે જોડાયેલા જાતકો થોડા સાવધાનીથી ધનનું રોકાણ કરો. આ સમયે તમને પોતાના ભાઈ અને મિત્રોના સહયોગ મળશે. વ્યાપારી વર્ગ માટે આ ગોચર તેમના બધા સપના પુરા કરવાનું છે.
વૃશ્ચિક
તમારી માનસિક કષ્ટ સંભવ છે. કાર્યોમાં મોડુ થવાના કારણે તમે ચિડચિડા રહેશો. આ સમયે કાર્યસ્થળ પર સીનિયરની સાથે સંબંધ વધારે સારા નહીં રહે. આ સમયે તમને પોતાની માતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આ ગોચરના કારણે તમને ધનની કમી અનુભવાશે.
ધન
આ સમયે તમારૂ સાહસ અને પરાક્રમ વધશે અને તમારી વાણીના પ્રભાવથી તમારા કાર્ય સિદ્ધિ થશે. આ સમયે તમને ભાગ્યનો ભરપૂર સાથ મળવાના યોગ છે. કોઈ ધાર્મિક યાત્રાના માધ્યમથી કોઈ મોટી ડીલ થઈ શકે છે. આ સમયે તમને પિતાની તરફથી ધનની મદદ મળી શકે છે.
મકર
આ સમયે તમને પોતાની વાણીના પ્રભાવથી પ્રસિદ્ધિ મળશે. કોઈ કંપનીમાં કરેલું રોકાણ ધનની વૃદ્ધિ કરનાર હશે. તમને આ સમયે પારિવારિક વિવાદથી બચવું જોઈએ. આ સમયે તમને સલાહ આપવામાં આવે છે કે તમે વાહન સાવધાનીથી ચલાવો.
કુંભ
આ સમયે જે જાતક નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને હાલ રાહ જોવું જોઈએ. આ સમયે તમને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. વૈવાહિક જીવનમાં આ સમયે સ્ટ્રેસ વધી શકે છે.
વધુ વાંચો: દેવામાંથી મુક્તિ અપાવશે આ 5 જાદુઇ ટિપ્સ, આજથી જ ફૉલો કરો, મળશે પોઝિટિવ રિઝલ્ટ
મીન
આ સમયે તમને વિદેશી મામલામાં સફળતા મળી શકે છે. જે જાતક વિદેશ અભ્યાસ કરવા જાય છે તેમને સફળતા મળશે. આ ગોચરના કારણે તમને કોઈ મોટી અને સારી નોકરીનો પ્રસ્તાવ પણ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT