બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya grahan 2023 trigrahi shubh sanyog or coincidence on grahan these zodiac signs or rashi will be lucky

surya grahan 2023 / આજે સૂર્યગ્રહણ પણ અમુક લોકો માટે સારા સમાચાર: ત્રિગ્રહી યોગના કારણે આ 5 રાશિના જાતકોને થશે અઢળક લાભ

Manisha Jogi

Last Updated: 12:15 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી પહેલા જ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. જ્યોતિષીઓ અનુસાર સૂર્યગ્રહણના દિવસે 50 વર્ષ પછી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્યગ્રહણના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય અને બુધ ત્રણેય ગ્રહણ વિદ્યમાન રહેશે.

  • જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણની ઘટના ખાસ માનવામાં આવે છે
  • નવરાત્રી પહેલા જ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે
  • આ રાશિના જાતકોને થશે અપાર લાભ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણની ઘટના ખાસ માનવામાં આવે છે. આજે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. આ વર્ષે સૂર્યગ્રહણને ખાસ માનવામાં આવી રહ્યું છે. નવરાત્રી પહેલા જ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે. જ્યોતિષીઓ અનુસાર સૂર્યગ્રહણના દિવસે 50 વર્ષ પછી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. સૂર્યગ્રહણના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય અને બુધ ત્રણેય ગ્રહણ વિદ્યમાન રહેશે. 

સૂર્યગ્રહણ કન્યા રાશિમાં લાગી રહ્યું છે અને માઁ દુર્ગા તે રાશિના દેવી છે. સૂર્યગ્રહણના દિવસે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ત્રિગ્રહી યોગના કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

મિથુન- સૂર્યગ્રહણના દિવસે સર્જાઈ રહેલ ત્રિગ્રહી યોગના કારણે મિથુન રાશિના જાતકોના સારા દિવસ શરૂ થવા જઈ રહ્યા છે. જીવનમાં સુખ અને શાંતિ રહેશે. સમાજમાં માન સમ્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક વ્યવસ્થામાં સુધારો થશે. વિદેશ યાત્રાના કારણે શુભ યોગ બની રહ્યો છે અને નાણાંકીય લાભ થઈ શકે છે. 

સિંહ- સૂર્યગ્રહણ શુભ ફળ પ્રદાન કરનાર સાબિત થશે. કરિઅર અને બિઝનેસમાં પ્રગતિ થશે. તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જે કાર્ય શરૂ કરશે, તે કામમાં સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં જે પણ ધન અટેકલું છે, તે પરત મળશે. ઉપરાંત અન્ય સારા સમાચાર મળી શકે છે. 

તુલા- આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. જીવનમાં સકારાત્મકતા પ્રાપ્ત થશે. ઘર પરિવારની સ્થિતિ સારી રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. નાણાંકીય લાભનો યોગ બનશે. બિઝનેસમાં રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. 

વૃશ્વિક- ઓફિસમાં જે પણ કામ કરવામાં આવશે, તેનાથી લાભ થશે. સૂર્યગ્રહણના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ઊઘડી જશે. બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થશે. દાંપત્ય જીવનમાં જે પણ પરેશાની હશે તે દૂર થશે. 

મકર- આ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણને કારણે આ રાશિના જાતકોને કરિઅરમાં સારા સમાચાર મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે અને આવકમાં વૃદ્ધિ થશે. નોકરી સાથે જોડાયેલ કેટલાક પ્રસ્તાવ મળી શકે છે. જે પણ ધન અટકેલું છે, તે પરત મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ