બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya grahan 2023 inauspicious yog on solar eclipse these zodiac sign has to be alert

Surya Grahan 2023 / આ બે રાશિના જાતકો સાચવજો! 48 કલાક બાદ જીવનમાં શરૂ થઈ જશે અનેક મુશ્કેલીઓ, બની રહ્યો છે અશુભ યોગ

Bijal Vyas

Last Updated: 08:43 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થશે, જેની અસર મોટાભાગની રાશિના જાતકો પર થશે. અમુક રાશિને શુભ તો અમુકને અશુભ પરિણામ મળશે...વાંચો વિગત

  • 20 એપ્રિલના રોજ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ 
  • સૂર્યગ્રહણ સવારે 7.04 થી બપોરે 12.29 સુધી થશે
  • ભારતમાં નહીં દેખાય સૂર્યગ્રહણ 

Surya Grahan Effect 2023: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થવાનું છે. જ્યારે વર્ષનું બીજું ગ્રહણ 14 ઓક્ટોબર 2023 ના રોજ થવાનું છે. જ્યોતિષ અનુસાર, આ વખતે 20 એપ્રિલે સૂર્યગ્રહણના અવસર પર એવો યોગ બની રહ્યો છે, જે 19 વર્ષ પછી બનશે. આમાં બે અશુભ યોગ બની રહ્યા છે. આ દરમિયાન, કેટલીક રાશિઓ માટે નકારાત્મક, તો કેટલીક રાશિઓ પર સકારાત્મક અસરો જોવા મળશે. 

Topic | VTV Gujarati

સૂર્ય ગ્રહણનો યોગ્ય સમય 
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યોતિષમાં પણ તેનું મહત્ત્વનું સ્થાન છે. નોંધનીય છે કે, વર્ષનું પહેલું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. અને આ કારણોસર તેનો સુતક કાળ ભારતમાં માન્ય રહેશે નહીં. જ્યોતિષ અનુસાર સૂર્યગ્રહણ સવારે 7.04 થી બપોરે 12.29 સુધી થશે.

જાણો કઇ રાશિઓ પર થશે ગ્રહણની અસર

  • સૂર્યગ્રહણની નકારાત્મક અસરઃ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની નકારાત્મક અસર મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર જોવા મળે છે.
  • સૂર્યગ્રહણની સકારાત્મક અસરઃ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૃષભ, મિથુન, ધન અને મીન રાશિના લોકો માટે વિશેષ ફળદાયી સાબિત થશે. આ સમય દરમિયાન તમને અનૂકૂળ પરિણામ મળશે. આ રાશિના લોકોને શુભ ફળ મળશે

થોડા જ દિવસમાં સૂર્યની સાથે આ રાશિના જાતકો પર લાગશે 'ગ્રહણ', આવશે અનેક  અડચણો, બચવું હોય તો કરો આ ઉપાય surya grahan 2023 solar eclipse effects on  people of this zodiac sign

દુનિયાના આ દેશોમાં જોવા મળશે સૂર્યગ્રહણ:
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ હિંદ મહાસાગર, દક્ષિણ પેસિફિક સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, કંબોડિયા, મહાસાગર, ચીન, તાઇવાન, મલેશિયા, વિયેતનામ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ફિજી, માઇક્રોનેશિયા, સમોઆ, સોલોમન, બરુની, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, અમેરિકા, પાપુઆ ન્યુ ગીનીમાં દેખાશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ