બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Surya Grahan 2023 in october sutak kaal and its important rules

Surya Grahan 2023 / સર્વપિતૃ અમાસના દિવસે જ લાગશે સૂર્ય ગ્રહણ: જાણો સૂતક કાળ કેટલો હશે અને કયા નિયમોનું કરવું પડશે પાલન

Arohi

Last Updated: 11:46 AM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Grahan 2023: વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસે આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના માટે ઘણા નિયમો વિશે જણાવવામાં આવ્યું છે જેનું પાલન કરવું જરૂરી છે.

  • 14 ઓક્ટોબરે છે સર્વ પિતૃ અમાસ 
  • આ જ દિવસે છે વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ 
  • આ નિયમોનું પાલન કરવું છે ખૂબ જ જરૂરી 

ગ્રહણને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ સમયે અમુક કાર્યો કરવાથી નકારાત્મક ઉર્જા અને તેના પ્રભાવથી બચી શકાય છે. 

જણાવી દઈએ કે વર્ષ 2023નું પહેલું સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થઈ ચુક્યું છે અને ઓક્ટોબરમાં વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ લાગી શકે છે. જણાવી દઈએ કે આ મહિને 14 ઓક્ટોબરે વર્ષનું બીજુ અને છેલ્લુ ગ્રહણ લાગશે. 

સૂર્ય ગ્રહણનો સમય
જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ સવારે 8.34 મિનિટ પર શરૂ થશે અને 2.25 મિનિટ પર તેનું સમાપન થઈ જશે. શાસ્ત્રોના અનુસાર 14 ઓક્ટોબરે લાગેલા ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે માટે તેનું સૂતક કાળ માન્ય નહીં રહે. 

જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણનો આમ તો બધી 12 રાશિઓના જાતકો પર પ્રભાવ પડે છે. આ વર્ષનું છેલ્લૂ સૂર્ય ગ્રહણ ઉત્તરી અમેરિકા, કેનેડા, ગ્વાટેમાલા, મેક્સિકો, એર્જેન્ટીના, કોલંબિયા, ક્યૂબા, બારબાડોસ, પેરૂ, ઉરૂગ્વે, એન્ટીગુઆ અને અન્ય દેશોમાં જોવા મળશે. 

સૂર્ય ગ્રહણનો સૂતક કાળનો સમય 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ ભારતમાં માન્ય નહીં રહે માટે તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે. ગ્રહણ શરૂ થયાના 10 કલાક પહેલાથી સૂતક કાળ લાગી જાય છે. એામાં કોઈ પણ પ્રકારની પૂજા નથી કરવામાં આવતી. 

આ સમયે ભગવાનની મૂર્તિને હાથ પણ ન લગાવવો જોઈએ. આ સમયે કોઈ પણ પ્રકારના ખાસ કાર્ય વિવાહ, પૂજા, વગેરે નથી કરવામાં આવતા. ગ્રહણના વખતે અમુક લોકો ભોજન પણ નથી કરતા. 

સૂર્ય ગ્રહણનું મહત્વ 
મોટાભાગે લોકોના મગજમાં આ પ્રશ્ન આવે છે કે ગ્રહણ કેમ લાગે છે અને તેનું મહત્વ શું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ જેવી ઘટનાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો સૂર્ય ગ્રહણ લાગી જાય છે. જેનાથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી નથી પહોંચી શકતો. તેને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ