બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Surya gochar: be careful Virgo, Cancer, Sagittarius, Capricorn and Pisces

જ્યોતિષ શાસ્ત્ર / કન્યા, કર્ક, ધનુ, મકર અને મીન: આ પાંચ રાશિના જાતકો ઉત્તરાયણ સુધી થઈ જાય સાવધાન, નોકરીથી લઈને પ્રેમ સંબંધમાં આવશે સમસ્યા

Pooja Khunti

Last Updated: 01:12 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya gochar: જ્યોતિષી ગણના મુજબ સૂર્ય ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્યદેવ આ સ્થિતિમાં 15 જાન્યુઆરી 2024 સુધી રહેશે.

  • આ રાશિના જાતકોએ સાવધાન રહેવું
  • પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી
  • વડીલોનું અભિવાદન કરશો તો સારું રહેશે

16 ડિસેમ્બરનાં રોજ સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. સૂર્યદેવ આ સ્થિતિમાં 15 જાન્યુઆરી સુધી રહેશે. સૂર્ય ગોચરનો પ્રભાવ આમ તો બધી જ રાશિઓ પર થશે પણ આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

કર્ક 
આ રાશિના જાતકોએ સાવધાન રહેવું. સ્વાસ્થ્યને અસર થશે. મન અશાંત રહેશે. તે માટે યોગ કરો અથવા ગાયત્રી મંત્રનું જાપ કરો. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. 

કન્યા 
કન્યા રાશિના જાતકોએ આ સમયે લવ લાઈફ અને વૈવાહિક જીવનને લઈને સાવધાન રહેવું પડશે. નુકશાન થવાની સંભાવના છે. તમારા કામ પ્રત્યે સાવધાન રહો અને ઈમાનદારીથી પૂર્ણ કરો, નહીંતર નુકશાન થઈ શકે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તે માટે તમારા ખાવાની આદતોનું ધ્યાન રાખો. 

ધન 
સૂર્ય ગોચરનાં સમયે આ રાશિના જાતકોને વિશેષ સાવધાની રાખવી જોઈએ. આર્થિક નુકશાનની સંભાવના છે. વેપાર કરતા લોકોને આંશિક નુકશાન થઈ શકે. સૂર્ય ગોચરની સ્થિતિમાં સૂર્યને જળ ચડાવવાથી સારું રહેશે. 

મકર 
સૂર્ય ગોચરનાં કારણે માનસિક સમસ્યાઓ થશે. તેનાથી દૂર રહેવા માટે આદિત્ય હ્રદય સ્ત્રોતનો  પાઠ કરો તો સારું રહેશે. કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે.  આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવું પડશે. 

મીન 
સૂર્ય ગોચરનાં સમયે તમારે તમારી જવાબદારીઓનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. કાર્યસ્થળે અથવા અન્ય કોઈ જગ્યાએ વડીલોનું અભિવાદન કરશો તો સારું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ