બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Surya Gochar 2023: In 2024 these natives will become wealthy

સૂર્ય ગોચર / Surya Gochar 2023: 2024માં આ જાતકો થઇ જશે માલામાલ, આજથી સૂર્ય કરશે ધન રાશિમાં ગોચર

Pooja Khunti

Last Updated: 02:33 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar 2023: 16 ડિસેમ્બર 2023 અને શનિવારનાં દિવસે સૂર્ય, ધન રાશિમાં ગોચર થવાં જઇ રહ્યો છે. આ ગોચરનો પ્રભાવ 12 રાશિઓ પર પડશે.

  • સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે
  • જ્યારે સૂર્યદેવ કોઈ પણ રાશિમાં પ્રવેશે ત્યારે સૂર્યદેવની સંક્રાંતિ હોય છે 
  • બધી જ રાશિઓ પર સૂર્યદેવનો પ્રભાવ પડશે

16 ડિસેમ્બર 2023 ને શનિવારનાં દિવસે, બપોરે 3:59 વાગ્યે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે અને આગલા વર્ષે એટલેકે 2024માં 14 જાન્યુઆરીની મોડી રાત્રે 2:43 વાગ્યા સુધી ધન રાશિમાં જ ગોચર કરશે, અને ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે પણ સૂર્યદેવ કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યદેવની સંક્રાંતિ હોય છે. સૂર્યદેવની સંક્રાંતિમાં પુણ્યકાલનું ખૂબજ મહત્વ હોય છે. જણાવી દયે કે સૂર્યનું ધન સંક્રાંતિનું પુણ્યકાલ આજ બપોરે 3:59 થી સૂર્યાસ્ત સુધી રહેશે. સૂર્યદેવ જ્યારે કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો પ્રભાવ બધી જ રાશિ ઉપર પડે છે.  સૂર્યદેવ 14 જાન્યુઆરી 2024નાં બપોરે 3:43 વાગ્યા સુધી ધન રાશિમાં રહેશે. એ પ્રમાણે બધી જ રાશિઓ પર સૂર્યદેવનો પ્રભાવ પડશે. આ સ્થિતિમાં શુભ ફળ મેળવવાં અને અશુભ ફળથી બચવાં માટે શું ઉપાયો કરવા જોઈએ. 

મેષ રાશિ 
સૂર્યદેવ તમારા નવમાં સ્થાને ગોચર કરશે. જન્મ કુંડળીમાં નવમું સ્થાન ભાગ્યનું હોય છે. આ સ્થાન પર સૂર્યદેવનાં ગોચરથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. તમે તમારા કામમાં જેટલી મહેનત કરશો, એનું શુભ ફળ જરૂર મળશે. આવતાં 30 દિવસો માટે સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે, ઘરમાં પીતળનાં વાસણોનો ઉપયોગ કરો. તેની સાથે દરરોજ સૂર્યદેવને નમસ્કાર કરો. 

વૃષભ રાશિ 
સૂર્યદેવ તમારા આઠમાં સ્થાને ગોચર કરશે.  જન્મ કુંડળીમાં આઠમું સ્થાન વય સાથે સંબંધિત છે. આ સ્થાન પર સૂર્ય ગોચરનાં કારણે તમારું આયુષ્ય વધશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સમયગાળામાં સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે, કાળી ગાય અથવા મોટાં ભાઇની સેવા કરવી. 

મિથુન રાશિ 
સૂર્યદેવ તમારા સાતમાં સ્થાને ગોચર કરશે. આ સ્થાન જન્મ કુંડળીમાં જીવનસાથીનું હોય છે.  સૂર્યદેવનાં ગોચર થવાથી, તમારું તાલમેલ જીવનસાથી સાથે સારું રહેશે અને તમારું લગ્ન જીવન સુખી રહેશે. સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે,  જાતે જમતાં પહેલાં અન્ય કોઈને જમાડવું. 

કર્ક રાશિ 
સૂર્યદેવ તમારા છઠા સ્થાને ગોચર કરશે. આ સ્થાન જન્મ કુંડળીમાં મિત્ર, શત્રુ અને સ્વાસ્થ્યનું હોય છે. આ સ્થાન પર સૂર્ય ગોચરથી મિત્રનો સહયોગ મળશે.  સ્વાસ્થ્યને જાળવવાં માટે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું. આ સમયગાળામાં શત્રુથી બચીને રહેવું. આવતાં 30 દિવસ સુધી સૂર્યનાં અશુભ ફળથી બચવાં માટે, મંદિરમાં બાજરાનું દાન કરવું. 

સિંહ રાશિ 
સૂર્યદેવ તમારા પાંચમા સ્થાને ગોચર કરશે. આ સ્થાન જન્મ કુંડળીમાં જ્ઞાન, ગુરુ, વિવેક, સંતાન અને જીવનમાં રોમાંસ સાથે સંબંધ ધરાવે છે. સૂર્યદેવનાં આ ગોચરનાં કારણે, તમારે આવતાં 30 દિવસ સુધી ગુરુ સાથે સંપર્ક જાળવી રાખવો. અભ્યાસમાં ઉત્તમ પરિણામ મેળવવાં માટે, તમારે કોઈની મદદ લેવી જોઈએ. આ સાથે રોમાંસનાં મામલામાં પાછળ રહી શકો છો. આવતાં 30 દિવસ સુધી સૂર્યનાં અશુભ ફળથી બચવાં માટે, પાણીમાં થોડાક દાળા ચોખા અને લાલ ફૂલ ઉમેરી સુર્યદેવને ચડાવવું.

 

કન્યા રાશિ 
સૂર્યદેવ તમારા ચોથા સ્થાને ગોચર કરશે. આ સ્થાન જન્મ કુંડળીમાં માતા, જમીન-મકાન અને વાહનનાં સુખથી સંબંધ રાખે છે. સૂર્ય ગોચરનાં કારણે આવતાં 30 દિવસો માટે, તમને તમારા માતા તરફથી સહયોગ મળશે. તેની સાથે જમીન-મકાન અને વાહનનું સુખ પણ મળી શકે. આ સમયગાળામાં સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે, જે વ્યક્તિને જરૂરિયાત હોય તેમને જમવાનું આપો અને મદદ કરો. 

તુલા રાશિ 
સૂર્યદેવ તમારા ત્રીજા સ્થાન પર ગોચર કરશે. આ સ્થાન જન્મ કુંડળીમાં ભાઇ-બહેન અને તમારી અભિવ્યક્તિ સાથે સંબંધિત છે. સૂર્ય ગોચરનાં કારણે ભાઇ-બહેનથી અપેક્ષિત સહયોગ નહીં મળે. જીવનમાં તેમનો સાથ મેળવવાં માટે પ્રયત્નો કરવાં પડી શકે. આવતાં 30 દિવસ સુધી સૂર્યનાં અશુભ ફળથી બચવાં માટે,  દરરોજ 11 વાર સૂર્યદેવનાં મંત્રનું જાપ કરો. મંત્ર છે: "ઓમ ઘૃણિ: સૂર્યાય નમઃ"

વૃશ્ચિક રાશિ 
સૂર્યદેવ તમારા બીજા સ્થાન પર ગોચર કરશે. આ સ્થાન કુંડળીમાં ધન અને તમારા સ્વભાવનું હોય છે.  તમને ધન લાભ થઈ શકે.  તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન થશે.  તમારી આર્થિક સ્થિતિ સારી થશે. આ સમયગાળામાં સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે, મંદિરમાં નાળિયેર તેલ અથવા કાચા નાળિયરનું દાન કરો. 

ધન રાશિ 
સૂર્યદેવ તમારા પ્રથમ સ્થાન એટલે કે લગ્ન સ્થાન પર ગોચર કરશે. કુંડળીમાં આ સ્થાન વ્યક્તિનું પોતાનું સ્થાન છે. આ સ્થાન પર સૂર્ય ગોચર થવાથી તમને જીવનમાં ઘણાં લાભ થશે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. ધન લાભ થશે. આ સમયગાળામાં સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે, સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ ચળાવો. 

મકર રાશિ 
સૂર્યદેવ તમારા બારમાં સ્થાન પર ગોચર થશે. જન્મ કુંડળીમાં આ સ્થાન શય્યા સુખ અને ખર્ચનું છે.  સૂર્ય ગોચર થવાથી તમને શય્યા સુખની પ્રાપ્તિ થાય છે અને તેની સાથે ખર્ચમાં પણ વૃદ્ધિ થાય છે. આવતાં 30 દિવસ સુધી સૂર્યનાં અશુભ ફળથી બચવાં માટે, ધાર્મિક કાર્યોમાં સહયોગ આપો. સવારે બારી-દરવાજા ખુલ્લાં રાખો, જેથી સૂર્ય પ્રકાસ ઘરની અંદર આવી શકે. 

કુંભ રાશિ 
સૂર્યદેવ તમારા અગિયારમાં સ્થાને ગોચર થશે. આ સ્થાન જન્મ કુંડળીમાં આવક અને ઈચ્છા પૂર્તિનું છે. સૂર્ય ગોચરનાં કારણે 14 જાન્યુઆરી સુધી તમને સારી આવક થશે. આવકનાં નવા રસ્તા મળશે. તમારી ઈચ્છા પૂરી થશે. આ સમયગાળામાં સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે, મંદિરમાં મૂળાનું દાન કરવું. 

મીન રાશિ 
સૂર્યદેવ તમારા દસમાં સ્થાન પર ગોચર થશે. આ સ્થાન જન્મ કુંડળીમાં તમારી કારકિર્દી અને પિતાની પ્રગતિ સાથે સંબંધ રાખે છે. સૂર્ય ગોચર થવાનાં કારણે, તમને તમારી કારકિર્દીમાં મહેનતનું ફળ મળશે.  તેની સાથે જ તમારા પિતાની પ્રગતિ પણ નક્કી જ છે.  આ સમયગાળામાં સૂર્યદેવથી શુભ પરિણામોની ખાતરી કરવાં માટે,  તમારા માથાને ઢાંકીને રાખો. તે સાથે કાળા અને પીળાં રંગના કપડાં પહેરવાનું ટાળો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ