બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat Navratri 2023: People are ready to play unique style garba with skating, Video

આકર્ષણ / VIDEO: સુરતીઓએ ગરબામાં પણ નવું ગોત્યું.! દાંડિયા સાથે સ્કેટિંગ ગરબાનું કોમ્બિનેશન, જોનારા એકી ટશે જોતાં રહી જશે

Vaidehi

Last Updated: 08:29 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ખેલૈયાઓમાં જામ્યો નવરાત્રીનો અનોખો રંગ! લોકો પગમાં ઝાંઝર નહીં પણ સ્કેટિંગ શૂઝ પહેરીની ગરબા રમવાનું શીખી રહ્યાં છે.

  • સુરતનાં ખેલૈયાઓ રમશે યુનિક નવરાત્રી
  • પગમાં ઝાંઝરની જગ્યાએ પહેરશે સ્કેટિંગ શૂઝ
  • સ્કેટિંગ સાથે દાંડિયા અને ગરબા રમશે સુરતીઓ

નવરાત્રી 2023માં સુરતના ખેલૈયાઓના અનોખા અંદાજ જોવા મળી રહ્યા છે.કંઈક હટકે કરવા માટે સુરતીઓ જાણીતા છે,ત્યારે સુરતમાં અનોખા જ ગરબા ટ્રેન્ડ શરૂ થયો છે. ખેલૈયાઓ પગમાં ઝાંઝર કે જ્વેલરી નહીં પરંતુ સ્કેટિંગ શૂઝ પહેરીને ગરબા શીખી રહ્યાં છે,અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યાં છે.

સ્કેટિંગ સાથે દાંડિયા અને ગરબા
સુરતમાં નાના નાના ખેલૈયાઓએ સ્કેટિંગ સાથે દાંડિયા અને ગરબાનું કોન્બિનેશન કરી પ્રિ-નવરાત્રી સેલિબ્રેશન કર્યું છે.નવરાત્રીના પર્વને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી બાજુ સુરતમાં ગરબાનાં અસંખ્ય આયોજન કરવામાં આવ્યાં છે.તેવામાં 2023 નવરાત્રીમાં કંઈક યુનિક કરવા ખેલૈયાઓ 'સ્કેટિંગ ગરબા'રમી રહ્યા છે.

સ્કેટિંગ સાથે ગરબાનું કોન્બિનેશન કંઈક હટકે લાગે છે. તમે ક્યારેય નહીં જોયું હોય તેવા સ્ટેપ્સ સ્કેટિંગ પર ગરબાનાં ખેલૈયાઓ શીખી રહ્યાં છે.જેમાં દાંડિયા ,દોઢીયા અને અવનવા સ્ટેપ્સ તેઓ સ્કેટિંગ પર કરે છે.આ ખેલૈયાઓને જોતાં તમને એવું લાગશે કે આ નાની- નાની બાળકીઓ પારંપરિક વસ્ત્રોમાં ગરબા રમી રહી છે. પરંતુ તેઓ અન્ય ખેલૈયાઓથી જુદી પડે છે.

સ્કેટિંગ ગરબાનો ક્રેઝ 
ખેલૈયાઓમાં પર આ વખતે સ્કેટિંગ ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના ખૈલેયાઓ આ વર્ષે રમવાના મૂડ માં લાગી રહ્યા છે,કઈક યુનિક કરવા માટે તેઓ સ્કેટિંગ ગરબા સીખી રહ્યા છે.જેમાં ઘણી મુશ્કેલીઓ પડે છે.સ્કેટિંગ ગરબા કરતી વખતે ઘણીવાર તેઓ પડી પણ જાય છે,પરંતુ સૌ કરતા કઈક હટકે અને વિવિધ સ્ટેપ્સ શિખવવામાં તેઓને મજા આવે છે.સાથે જ સ્કેટિંગ ગરબા ખેલૈયાઓને સૌથી અલગ પાડે છે.જેથી આ વખતે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ધૂમ મચાવશે જેવો ઉત્સાહ સ્કેટિંગ ગરબા કરતા નાના નાના ખેલૈયાઓએ વ્યક્ત કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ