બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Supreme Court strict on the interview of the judge who gave the verdict against Mamta government

ટિપ્પણી / '....તો તેઓ સુનાવણી ના કરી શકે', મમતા સરકાર વિરૂદ્ધ નિર્ણય આપનાર જજના ઇન્ટરવ્યુ પર સુપ્રીમ કોર્ટ સખ્ત

Megha

Last Updated: 09:59 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જજે પેન્ડિંગ કેસ પર ઈન્ટરવ્યુ આપ્યું તો સુપ્રીમ કોર્ટે કહ્યું "ન્યાયાધીશોએ પેન્ડિંગ મામલાઓ પર ઈન્ટરવ્યુ ન આપવું જોઈએ જો તેઓ આવું કરે છે તો તે આ મામલાની સુનાવણી કરી શકતા નથી.'

  • કલકત્તા હાઈકોર્ટના જજે એક મીડિયા હાઉસને પેન્ડિંગ કેસ પર ઈન્ટરવ્યુ આપ્યું
  • આ વાત પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી
  • ન્યાયાધીશોએ પેન્ડિંગ કેસ અંગે મીડિયાને ઇન્ટરવ્યુ ન આપવું જોઈએ

સુપ્રીમ કોર્ટે સોમવારે એટલે કે 24 એપ્રિલે એક મહત્વપૂર્ણ ટિપ્પણીમાં કહ્યું હતું કે ન્યાયાધીશોએ પેન્ડિંગ કેસ અંગે મીડિયાને ઇન્ટરવ્યુ ન આપવું જોઈએ. જણાવી દઈએ કે કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશના વર્તન પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી અને કોલકાતા હાઈકોર્ટે જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે વીડિયો ઈન્ટરવ્યુ આપ્યો હતો અને તેમાં રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દાઓ પર તેમની બેન્ચના નિર્ણયો વિશે વાતચીત કરી હતી અને આ સાથે જ જસ્ટિસ ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળની શાળાઓમાં ભરતીમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા સીબીઆઈને ઓછામાં ઓછા 10 આદેશો આપ્યા છે.

વાત એમ છે કે ગઇકાલે સુપ્રીમ કોર્ટમાં અનેક મામલાની સુનાવણી થઈ હતી. આમાંથી એક કેસ કલકત્તા હાઈકોર્ટનો હતો. હકીકતમાં કલકત્તા હાઈકોર્ટના જજે એક મીડિયા હાઉસને ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેના કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કલકત્તા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અભિષેક બેનર્જીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિષેક બેનર્જીએ સ્કૂલ ફોર જોબ કેસના સંબંધમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ માટે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

અભિષેક બેનર્જીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે કેવી રીતે જજે સીટિંગ મીડિયા હાઉસને જજ ઈન્ટરવ્યુ આપ્યું હતું અને એ પર નારાજગી વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસે કહ્યું કે જે મામલા તેમની સમક્ષ સુનાવણી માટે પેન્ડિંગ છે તેમાં જજોએ બોલવું જોઈએ નહીં. ન્યાયાધીશોને આવી બાબતોમાં બિલકુલ સામેલ ન થવું જોઈએ.

બેન્ચે કહ્યું હતું કે"ન્યાયાધીશોએ પેન્ડિંગ મામલાઓ પર ઈન્ટરવ્યુ આપવાનું કોઈ કામ નથી. જો તેઓ આવું કરે છે તો તે આ મામલાની સુનાવણી કરી શકતા નથી. તેમને કાર્યવાહીમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી. અમે આ અંગે ખૂબ જ સ્પષ્ટ છીએ. જ્યારે કોઈ ન્યાયાધીશ ટીવી ડિબેટમાં અરજદાર વિશે પોતાનો અભિપ્રાય આપે છે, ત્યારે તે આ બાબતની સુનાવણી કરી શકશે નહીં. ત્યારબાદ હાઈકોર્ટના વડાએ નવી બેંચની રચના કરવી પડશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ