બ્રેકિંગ ન્યુઝ
VTV / supreme court on children minimum age to send schools child education
Last Updated: 10:57 AM, 26 April 2022
ADVERTISEMENT
બાળકોને નાની ઉંમરે શાળાએ મોકલવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું છે. સુપ્રીમ કોર્ટે બાળકોના શાળાકીય શિક્ષણને લઈને માતા-પિતાની ચિંતા પર કડક વલણ અપનાવ્યું છે. SCએ કહ્યું કે, બાળકોને તેમના મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યના હિતમાં ખૂબ જ નાની ઉંમરમાં શાળાએ મોકલવા જોઈએ ન હીં. માતા-પિતા ઈચ્છે છે કે, બાળક બે વર્ષ થતાં તેને શાળાએ મોકલવા જોઈએ, પણ તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની પીઠે તેના પર ટિપ્પણી કરી છે. પીઠે આગામી શૈક્ષણિક સત્ર માટે કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1ના પ્રવેશ માટે છ વર્ષની ન્યૂનતમ આયુ માપદંડને પડકાર આપતા માતા-પિતાની અપલી પર સુનાવણી કરી હતી.
ADVERTISEMENT
સંગઠને ઉંમરમાં કર્યો ફેરફાર
માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટના 11 એપ્રિલના આદેશને પડકાર આપતા દાવો કર્યો હતો કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠને માર્ચ 2022માં એડમિશન પ્રોસેસ શરૂ થવાના ચાર દિવસ પહેલા ધોરણ 1થી છ વર્ષ માટે અચાનક પ્રવેશ માપદંડ બદલી નાખ્યા. પાછલા માપદંડ પાંચ વર્ષના હતા. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, બાળકોને સ્કૂલે મોકલવાની યોગ્ય ઉંમર શું છે, તેને લઈને અધ્યયન કરવામાં આવ્યું છે. બાળકોને શાળાએ મોકલવામાં જબરદસ્તી ન કરવી જોઈએ, તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.
હાઈકોર્ટે બાળકોના શિક્ષણ પર શું કહ્યું
કોર્ટે માતા-પિતાના ગ્રુપ તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે, સમસ્યા એ છે કે, દરેક માતા-પિતાને લાગે છે કે, તેમનું બાળક પ્રભાવશાળી છે. જે કોઈ પણ ઉંમરે ભણવા માટે બેસી શકે છે. જે બાદ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા વકીલે જણાવ્યુ હતું કે, 21 રાજ્યોએ એનઈપી અંતર્ગત પ્રથમ ધોરણમાં સિક્સ પ્લસ વ્યવસ્થા લાગૂ કરી છે. જે 2020માં આવી હતી અને આ નીતિને પડકાર નહોતો આપવામાં આવ્યો. ત્યાર બાદ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશની પુષ્ટિ કરતા અપીલ રદ કરી દીધી હતી. આ મામલામાં 11 એપ્રિલે પોતાના આદેશમાં HCએ માતા-પિતાની અરજીને એવું કહીને રદ કરી દીધી હતી કે, સ્કૂલમાં એડમિશિન લેવાથી વંચિત રાખી શકાય નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.