બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / supreme court concerned over death of cheetahs at kuno national park

નેશનલ / કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને જાણો શું સલાહ આપી

Arohi

Last Updated: 11:18 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court Kuno National Park: સુપ્રીમ કોર્ટે કહ્યું, "બે મહિનાથી પણ ઓછા સમયમાં ત્રણ મોત ગંભીર ચિંતાનો વિષય છે. એવું લાગી રહ્યું છે કે કૂનો આટલા બધા ચિતા માટે પુરતી જગ્યા નથી. તમે રાજસ્થાનમાં સારી જગ્યાની શોધ કેમ નથી કરતા?"

  • બે મહિનાથી પણ ઓછા સમયમાં ત્રણ ચિત્તાના મોત 
  • ઓછા સમયમાં ત્રણ મોત ગંભીર ચિંતાનો વિષય 
  • સુપ્રીમ કોર્ટે કહ્યું તેમને રાજસ્થાન મોકલવા પર કરો વિચાર 

સુપ્રીમ કોર્ટે દક્ષિણ આફ્રીકા અને નામીબિયાથી મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન લાવવામાં આવેલા ચિત્તાઓને બે મહિનાથી પણ ઓછા સમયમાં મોત થવા પર ગુરૂવારે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કેન્દ્રને કહ્યું કે તે રાજનીતિથી ઉપર ઉઠીને તેમને રાજસ્થાનમાં સ્થાનાંતરિત કરવા પર વિચાર કરે. 

ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ સંજય કરોલની પીઠે કેન્દ્રને કહ્યું કે નિષ્ણાંતોના રિપોર્ટ અને લેખોથી એવું લાગી રહ્યું છે કે કેએનપી મોટી સંખ્યામાં ચિત્તા માટે પર્યાપ્ત સ્થાન નથી અને કેન્દ્ર સરકાર તેમને અન્ય અભયારણ્યોમાં સ્થાનાંતરિત કરવા પર વિચાર કરે. 

ઓછા સમયમાં ત્રણ ચિત્તાના મોત ગંભીર ચિંતાનો વિષય 
પીઠે કહ્યું, "બે મહિનાથી પણ ઓછા સમયમાં ત્રણ મોત ગંભીર ચિંતાનો વિષય છે. એવું લાગી રહ્યું છે કે કૂનો આટલા બધા ચિત્તા માટે પર્યાપ્ત જગ્યા નથી. એક જગ્યા પર ચિત્તાઓની સધનતા ખૂબ વધારે હોય છે. તમે રાજસ્થાનમાં ઉપયુક્ત સ્થાનની તલાશ કેમ નથી કરતા? ફક્ત એટલા માટે કે રાજસ્થાનમાં વિપક્ષનું શાસન છે, તેનો મતલબ એ નથી કે તમારે તેના પર વિચાર ન કરવો જોઈએ."

કેન્દ્રની તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે તેમને અન્ય અભયારણ્યોમાં સ્થાનાંતરિત કરવા સહિત દરેક સંભવિત પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. 

પીઠે કહ્યું કે રિપોર્ટથી એવું લાગી રહ્યું છે કે સમાગમના પ્રયત્ન વખતે નર ચિત્તાના હિંસક સંપર્કના કારણે એક માદા ચિત્તાનું મોત થઈ ગયું અને અન્યનું મોત કિડની સંબંધી બીમારીઓના કારણે થયું. 

પીઠે કહ્યું, "અમને ખબર પડી કે કિડની સાથે સંબંધિત બીમારીઓના કારણે મરનાર માદા ચિત્તા ભારત લાવ્યા પહેલા આ સમસ્યાથી પીડિત હતા. સવાલ એ થાય છે કે માદા ચિત્તા બીમાર હતા તો તેને ભારત લાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી."

મામલાની તપાસ ચાલુ 
ભાટીએ કહ્યું કે દરેક ચિત્તાના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે અને કાર્યબળ મામલાની તપાસ કરી રહ્યું છે. પીઠે કહ્યું, "તમે વિદેશથી ચિત્તા લાવી રહ્યા છો તો એ સારી વાત છે પરંતુ તેમને સુરક્ષિત રાખવા પણ જરૂરી છે. તેમણે ઉપયુક્ત આવાસ આપવાની જરૂર છે. તમે કૂનોથી વધારે ઉપયુક્ત આવાસની તલાશ કેમ નથી કરતા."

સરકાર નિષ્ણાંતોની સલાહ પર કરે વિચાર 
ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું, "આ મુદ્દામાં પાર્ટી-રાજનીતિની વચ્ચે ન લાવે. દરેક ઉપલબ્ધ આવાસો પર વિચાર કરે. જે પણ તેમના માટે ઉપયુક્ત છે. મને ખુશી થશે જો ચિત્તાઓને મહારાષ્ટ્ર લઈ જવામાં આવે."

ભાટીએ કહ્યું કે મુકુંદરા રાષ્ટ્રીય ઉદ્યાન તૈયાર છે અને કાર્યબળ તેમાંથી અમુકને મધ્ય પ્રદેશના અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાનાંતરિત કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ