બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / super blue moon will appear blue in colour know some unknown fact about

Raksha bandhan / રક્ષાબંધન પર રાત્રે આકાશમાં દેખાશે સુપર બ્લ્યૂ મૂન, વર્ષોમાં એકવાર થાય છે આવી ખગોળીય ઘટના, જોવાનું ચૂકતા નહીં

Manisha Jogi

Last Updated: 09:55 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે. વર્ષ 2023માં આજે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે. આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો રહેશે. સુપર બ્લ્યૂ મૂન હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય.

  • સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે
  • આજે અત્યાર સુધીનો ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે
  • રક્ષાબંધન પર રાત્રે આકાશમાં દેખાશે પર બ્લ્યૂ મૂન

આજે સમગ્ર ભારતમાં રક્ષાબંધન ઊજવવામાં આવી રહી છે. આજે અનોખી ખગોળી ઘટના જોવા મળશે. આજે આકાશમાં સુપર બ્લ્યૂ મૂન જોવા મળશે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે. આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો રહેશે. સુપર બ્લ્યૂ મૂન હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય. આ પ્રકારે થવાનું શું કારણ હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

બ્લ્યૂ મૂન શા માટે કહેવામાં આવે છે?
30 ઓગસ્ટના રોજ આકાશમાં દેખાનાર ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળશે. આ દિવસે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક રહેશે. આ દિવસે ચંદ્રનો બ્લ્યૂ નહીં, પરંતુ નારંગી રંગનો જોવા મળશે. તેમ છતાં તેનું નામ બ્લ્યૂ મૂન શા માટે રાખવામાં આવ્યું? આવો જાણીએ તે પાછળનું કારણ. 

શું ખરેખર વાદળી રંગનો ચંદ્ર રહેશે?
આજે સુપર બ્લ્યૂ મૂન વાદળી રંગનો જોવા નહીં મળે. ચંદ્રનો વાદળી રંગ સાથે કોઈ લેવા દેવા નથી. આ દિવસે ચંદ્ર સફેદ, નારંગી અથવા પીળો રંગનો જોવા મળશે. 

બ્લ્યૂ મૂન શા માટે કહે છે?
આ મહિને બીજી પૂનમ છે, દર બેથી ત્રણ વર્ષે પૂનમ આવો નજારો જોવા મળે છે. નાસાએ જણાવ્યું અનુસાર હવામાં એવા કણ હોય છે, જે લાલ રંગના પ્રકાશને ફિલ્ટર કરીને યોગ્ય આકારમાં હોય ત્યારે ચંદ્ર વાદળી જોવા મળી શકે છે. 

બ્લ્યૂ સુપર મૂન દેખાવો તે દુર્લભ ઘટના 
સુપર મૂન દેખાવો તે કોઈ દુર્લભ ઘટના નથી. વર્ષમાં ત્રણથી ચાર સુપરમૂન હોય છે, પરંતુ બ્લ્યૂ મૂન દેખાવો તે સામાન્ય વાત નથી. દર 10થી 20 વર્ષે બ્લ્યૂ સુપરમૂન જોવા મળે છે. નાસાએ જણાવ્યા અનુસાર હવે વર્ષ 2037માં આગામી બ્લ્યૂ સુપરમૂન જોવા મળશે. ચંદ્ર વાદળી રંગનો દેખાવો તે અસામાન્ય ઘટના છે. વર્ષ 1883માં ક્રાકાટોઆના ઘાતક જ્વાલામુખી વિસ્ફોટને કારણે બ્લ્યૂ મૂન જોવા મળ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ