બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / sunny leone finds maids daughter kept a reward of rs 50000 after she was reported missing 2023

મનોરંજન / આખરે મળી આવી અનુષ્કા, જેની પર સની લિયોનીએ રાખ્યું હતું રૂ. 50 હજારનું ઇનામ, કહ્યું 'ભગવાન મહાન છે'

Manisha Jogi

Last Updated: 04:14 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની લિયોની સોશિયલ મીડિયા પર અંગત જીવન અને પ્રોજેક્ટ્સ સંબંધિત પોસ્ટ શેર કરતી રહે છે. સની લિયોનીએ તેના ઘરમાં કામ કરતી મહિલાની દીકરી ગુમ થવા અંગે પોસ્ટ શેર કરી હતી.

  • સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
  • આખરે મળી આવી આ બાળકી
  • પોસ્ટ શેર કરીને પોલીસનો ભાર વ્યક્ત કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સની લિયોની સોશિયલ મીડિયા પર અંગત જીવન અને પ્રોજેક્ટ્સ સંબંધિત પોસ્ટ શેર કરતી રહે છે. સની લિયોનીએ તેના ઘરમાં કામ કરતી મહિલાની દીકરી ગુમ થવા અંગે પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીએ બાળકીને શોધવા માટે પોસ્ટ શેર કરી હતી કે, આ બાળકીને શોધનારને 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ બાળકી હવે મળી ગઈ છે. 

મુંબઈ પોલીસનો આભાર માન્યો
સની લિયોનીએ એક પત્રમાં મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે. સની લિયોનીના ઘરમાં કામ કરતી મહિલાની દીકરી ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થયા તેના 24 કલાક પછી બાળકી મળી આવી છે. આ મામલે સની લિયોનીએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી કે, જે આ બાળકીને શોધશે, તેને 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'અમારી પ્રાર્થનાનો જવાબ મળી ગયો છે! ભગવાન ખૂબ મહાન છે! ભગવાન આ પરિવારને આશીર્વાદ આપે. પરિવાર તરફથખી, મુંબઈ પોલીસનો ખૂબ ખૂબ આભાર. અનુષ્કા ગુમ થઈ ગઈ હતી, 24 કલાક પછી અનુષ્કા મળી આવી છે. પોસ્ટ શેર કરવા અને સમાચાર વાયરલ કરવા માટે તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરું છું.

ફેન્સે ખુશી વ્યક્ત કરી
આ પોસ્ટ શેર કર્યા પછી અનેક લોકોએ ખુશી વ્યક્ત કરી છે. સની લિયોનીના અનેક ફેન્સ પોસ્ટમાં કમેન્ટ કરી રહ્યા છે કે, 'ક્યાં હતી બાળકી?', ‘બાળકી કેવી રીતે મળી’ ‘કદાચ હવે બધુ સરખુ થઈ ગયું હશે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ