બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ નવું આવ્યું ! આ બે મહિલાઓમાંથી એક બનશે દિલ્હીના નવા CM ! કેજરીવાલ કોને બેસાડશે?

દિલ્હી સીએમ કટોકટી / આ નવું આવ્યું ! આ બે મહિલાઓમાંથી એક બનશે દિલ્હીના નવા CM ! કેજરીવાલ કોને બેસાડશે?

Last Updated: 08:12 PM, 15 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવિંદ કેજરીવાલ બે દિવસ બાદ દિલ્હી સીએમ પદેથી રાજીનામું આપી રહ્યાં છે આવી સ્થિતિમાં તેઓ તેમની પત્ની સુનિતા કેજરીવાલને સીએમ બનાવી શકે છે.

બે દિવસ બાદ રાજીનામું આપવાનું એલાન કરીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દેનારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઘીના ઠામમાં ઘી ઢોળી શકે છે એટલે કે તેઓ પણ પોતાના ઘરમાંથી જ સીએમની પોસ્ટ ભરી શકે છે.

આતિશી અને સુનિતાના નામ સૌથી વધુ ચર્ચામાં

નવા સંભવિત મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને દિલ્હી સરકારના મંત્રી આતિશીના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જોકે, કેટલાક અન્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત અને ગોપાલ રાયના નામ પણ રેસમાં છે. પરંતુ પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રીની ખુરશી પર હવે મહિલા બિરાજમાન થાય તેવી પ્રબળ સંભાવના છે.

વધુ વાંચો : T20 સીરિઝમાંથી બહાર થયો ભારતનો આ સ્ટાર ખેલાડી ! નિર્ણય જાહેર થાય તેટલી વાર

સુનિતાની પસંદગી કેમ?

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનીતાએ જે રીતે કાર્યભાર સંભાળ્યો છે તેના કારણે તેમના મુખ્યમંત્રી બનવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. કેજરીવાલની ગેરહાજરીમાં તે પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવી. તેમણે માત્ર ચૂંટણી પ્રચારમાં જ આગેવાની લીધી ન હતી પરંતુ ધારાસભ્યોની બેઠકો પણ કરી હતી કેટલાક નિર્ણયો પણ લીધાં હતા. આવી સ્થિતિમાં કેજરીવાલ બાદ સુનીતા સીએમ બનવાની ઘણી વાતો ચાલી રહી છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે બિહારમાં જીતનરામ માંઝી અને ઝારખંડમાં ચંપાઈ સોરેનના ઉદાહરણમાંથી શીખ્યા બાદ કેજરીવાલ એવા વ્યક્તિને ખુરશી સોંપવા ઈચ્છશે કે જેના પર તેઓ આંધળો વિશ્વાસ કરી શકે. એક દલીલ એવી પણ કરવામાં આવી રહી છે કે કેજરીવાલ અને સિસોદિયા પછી પાર્ટીની બીજી હરોળમાં એવા ઘણા નેતાઓ છે જેમની મહત્વાકાંક્ષા સીએમ પદની હશે. એકને સીએમ બનાવ્યા બાદ અન્ય નેતાઓમાં અસંતોષ જોવા મળી શકે છે, પરંતુ સુનિતા કેજરીવાલને સત્તામાં બેસાડવાથી આ જોખમ ઊભું નહીં થાય. પાર્ટીએ તેની ટ્રાયલ પહેલેથી જ લીધી છે. કેજરીવાલ જેલમાં ગયા બાદ આખો પક્ષ સુનીતા સાથે ઉભો જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

delhi cm crisis sunita Kejriwal Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ