બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / suniel shetty share a post on narayana murthy 70 hour work hour suggestion

બોલીવુડ / 70 કલાક કામ કરો' નારાયણ મૂર્તિની સલાહ મુદ્દે હવે સુનિલ શેટ્ટી પણ કૂદ્યા, બચ્ચન-ટાટાથી લઈને કોહલીનું ઉદાહરણ આપીને જુઓ શું કહ્યું

Manisha Jogi

Last Updated: 10:00 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ દેશની ઉત્પાદકતામાં વધારો કરવા માટે દર સપ્તાહે 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.

  • નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવાની સલાહ આપી
  • સુનિલ શેટ્ટીએ આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું
  • યુવાઓને આપી એક ખાસ સલાહ

ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ દેશની ઉત્પાદકતામાં વધારો કરવા માટે દર સપ્તાહે 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. જેના વિરોધમાં વિવાદોનું વંટોળ ઊભું થયૂં છે. નારાયણ મૂર્તિએ આ પ્રકારની સલાહ આપતા સોશિયલ મીડિયા પર આ નિવેદનના સમર્થનમાં અને વિરોધમાં અનક પ્રકારના રિએક્શન આપવામાં આવી રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. સુનિલ શેટ્ટી પ્રેક્ટીકલ અને સોશિયલ સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે. 

સુનિલ શેટ્ટીનું મંતવ્ય
સુનિલ શેટ્ટીએ લિંક્ડઈન એકાઉન્ટ પર આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે કે, ‘આ વિવાદનો વિષય નથી. જે પ્રકારે હું આ બાબતને જોઉઁ છું, તે પ્રમાણે નારાયણ મૂર્તિની સલાહનો વિરોધ ના કરવો જોઈએ. આ વાતને સાંભળવી જોઈએ અને વિશ્લેષણ કરવું જોઈએ. સમજ્યા વિચાર્યા પછી જે પણ યોગ્ય લાગે તે કરી શકો છે. તે માટે આ વાતને સમજીને તેના પર વિચાર કરવો જોઈએ.’

સુનિલ શેટ્ટીએ પોસ્ટમાં લખ્યું છે કે, મારા માટે 70થી 100 કલાક કામ કરવું તે ઓવરવર્કિંગ નથી. આ માત્ર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની વાત છે. જ્યાં પરિવાર, મિત્રો અને પોતાના શોખ માટે સમય કાઢવો જરૂરી છે. દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. ક્રિકેટમાં વિરાટ કોહલી, ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, બિઝનેસમાં રતન ટાટા અને વિજ્ઞાન ક્ષેત્રે મિસ્ટર કલામનું ઉદાહરણ જોવું જોઈએ. શું તમને એવું લાગે છે કે, તેમણે તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વગર આ કામ કર્યું હશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ