બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sun transit 2023 in libra astro predictions zodiac sign

Sun Transit / સૂર્યનું તુલા રાશિમાં થશે ગોચર: આ ત્રણ રાશિના જાતકોના નસીબના ઉઘડી જશે દ્વાર, તમામ ઈચ્છા થશે પૂર્ણ

Manisha Jogi

Last Updated: 07:34 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ પહેલેથી તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે અને સૂર્ય મંગળ સાથે આ રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને મંગળનું એક જ રાશિમાં ગોચર થવાથી તમામ રાશિના જાતકોના જીવન પર અસર થશે.

  • સૂર્યદેવતા તુલા રાશિમાં પ્રવેશ કરશે
  • મંગળ પહેલેથી તુલા રાશિમાં ગોચર કરી રહ્યા
  • આ ત્રણ રાશિના જાતકોના નસીબના ઉઘડી જશે દ્વાર

સૂર્યદેવતા આજે રાત્રે 1.18 વાગ્યે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે અને 16 નવેમ્બર સુધી આ જ રાશિમાં રહેશે. મંગળ પહેલેથી તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે અને સૂર્ય મંગળ સાથે આ રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને મંગળનું એક જ રાશિમાં ગોચર થવાથી તમામ રાશિના જાતકોના જીવન પર અસર થશે. 

મેષ
બુદ્ધિમતા અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધ વિવાહમાં પરિવર્તિત થશે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. જીવનસાથી સાથે પાર્ટનરશીપમાં કામ કરી શકો છો. પરિવાર સાથે ચાલતો વિવાદ દૂર થશે. બિઝનેસને નવી દિશા પ્રાપ્ત થશે. સરકારી નોકરી કરતા લોકો માટે સારો સમય રહેશે. વાણી ને ક્રોધ પર સંયમ રાખવો. 

વૃષભ
શત્રુઓની હાર થશે. ષડયંત્રકારીઓથી સાવધાન રહેવું. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. દેવું ના લેવું. મનની વાત કોઈપણ વ્યક્તિને ના કરવી. કારણ વગર કોઈપણ પ્રકારના વિવાદમાં શામેલ ના થવું. વિશેષ કાર્ય કરતા પહેલા માતાપિતાની સલાહ લેવી.

મિથુન-
ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. પ્રેમ સંબંધમાં સાવધાની રાખવી. જીવનસાથી પર વિશ્વાસ રાખો. સંતાનપક્ષ બાબતે ચિંતા વદી શકે છે. નોકરિયાત વ્યક્તિઓની પ્રગતિ થશે. સુરક્ષાબળ સાથે જોડાયેસા લોકોને લાભ થશે. પેટ સંબંધિત પરેશાની થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. 

કર્ક-
આવકમાં વૃદ્ધિ અને પ્રગતિ થશે. મહત્ત્વપૂર્ણ કાર્ય થશે. ઘર પરિવારમાં કલેશની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્ર દગો આપી શકે છે. માતાનું આરોગ્ય જોખમાઈ શકે છે. ઓફિસમાં સારું પ્રદર્શન કરવા છતાં પણ સમ્માન નહીં મળે. સંપત્તિનું સારા ભાવે વેચાણ થશે. જીવનસાથી સાથે નાની નાની બાબતે ઝઘડો થશે. 

સિંહ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સફળતા પ્રાપ્ત તશે. શબ્દોની કડવાશ દૂર થશે. ભાગ્ય સાથ આપશે. દેવાની રકમ ચૂકવવામાં તકલીફ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. ષડયંત્રકારીઓ કંઈપણ નુકસાન નહીં કરી શકે. નોકરીની પરેશાની દૂર થશે. 

કન્યા
બજેટમાં પરેશાની થઈ શકે છે. વાણીમાં કઠોરતા અને અહંકાર જોવા મળશે. આર્થિક નુકસા થઈ શકે છે. તમારા કટુ શબ્દોને કારણે તમને નુકસાન તઈ શકે છે. આરોગ્ય સંબંધિત પરેશાની દૂર થશે. સાત્વિક ભોજન કરો. સંતાનપક્ષ સાથે રકઝક થઈ શકે છે. કડવા શબ્દોના કારણે સંતાન સાથે સંબંધ બગડી શકે છે. નસીબનો સાથ મળશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. 

તુલા
ગુસ્સો, વાણીમાં ઉગ્રતા અને કામમાં વ્યસ્તતા રહેશે. અહંકારમાં વૃદ્ધિ થશે. તમામ લોકો તમારી વાતનું અનુસરણ કરશે. મિત્રો અને ભાઈ બહેન સાથે સંબંધમાં પરેશાની આવી શકે છે. નવી ઉપલબ્ધિઓ મેળવવામાં સફળતા પ્રાપ્ત થશે. આર્થિક લાભ અને નોકરિયાત વ્યક્તિઓને લાભ થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. 

વૃશ્વિક
પ્રગતિનો પંથ મોકળો થશે. પડકાર વધશે, ગુસ્સા પર નિયંત્રણ રાખવું. સામાજિક સ્તરે અપમાન થઈ શકે છે. કોઈપણ પ્રકારનું અનૈતિક કાર્ય ના કરવું, નહીંતર કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. આર્થિક પરિસ્થિતિ નબળી થશે, ધન આવશે તો ખર્ચ વધશે. 

ધન-
આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રહેવું. પ્રેમ સંબંધમાં મનભેદ થઈ શકે છે. ષડયંત્રકારીઓ સાથે સમજદારીપૂર્વક કામ લેવું. બિઝનેસ અને નોકરી સાથે સંકળાયેલ લોકોની પ્રગતિ થશે. ભાગ્ય સાથ આપશે. પિતાની સલાહ અનુસાર કામ કરવું. મિત્રો પર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવી. 

મકર-
ઉચ્ચ અધિકારીઓ સાથે મનભેદ થઈ શકે છે. રાજનીતિ સાથે જોડાયેલ લોકો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. માતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. ઘરમાં કલેશની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. અન્ય લોકો પર વિશ્વાસ ના કરવો. સમ્માનમાં ઘટાડો થશે. નોકરી પર સંકટ આવી શકે છે. બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. 

કુંભ-
વૈવાહિક જીવનની પરેશાની દૂર થશે. પિતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. બિઝનેસની પરેશાની દૂર થશે. ભાગીદારીમાં કામ કરતા લોકોની સમસ્યા દૂર થશે. કોઈપણ પ્રકારના ઓનલાઈન બિઝનેસથી લાભ થશે. મોટા ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. શબ્દો પર નિયંત્રણ રાખવું. 

મીન-
વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. દુર્ઘટના સર્જાઈ શકે છે. જૂની બિમારી સામે આવવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. બિમારી પર પૈસા વપરાઈ શકે છે. આરોગ્ય સારું રહે તે માટે ખાવા પીવામાં ખાસ ધ્યાન આપવું. લોન હમણાં નહી મળી શકે છે. તમામ કામ કરતા સમયે સાવધાની રાખવી. કાયદાકીય મુશ્કેલી વધી શકે છે. પરિવાર સાથે સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ